For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘનિસ્તાનના મોટા નેતા-સાંસદો ભાગીને આવ્યા ભારત, શરણાર્થીઓનુ મોટુ સંકટ, ચારે તરફ ડર

અફઘાનિસ્તાન સરકારના ઘણા મોટા નેતા ભારત આવી ચૂક્યા છે. વળી, ઘણી મોટા નેતાઓના ભારત આવવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

કાબુલ/નવી દિલ્લીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો થતા જ અફઘાનિસ્તાનના નેતાઓ પોતાનો જીવ બચાવવા માટે અલગ અલગ દેશોમાં શરણ લઈ રહ્યા છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના સહયોગી તઝાકિસ્તાન જતા રહ્યા છે. જો કે તઝાકિસ્તાન તેમનુ સ્થાયી ઠેકાણુ નથી, તે ત્યાંથી ક્યાંક બીજે જશે એવા સમાચાર આવી રહ્યા છે. વળી, બીજા અમુક દેશોએ પણ અફઘાન નાગરિકો માટે પોતાના દેશની સીમાઓ ખોલી દીધી છે. આ દરમિયાન મોટા સમાચાર આવી રહ્યા છે કે અફઘાનિસ્તાન સરકારના ઘણા મોટા નેતા ભારત આવી ચૂક્યા છે. વળી, ઘણી મોટા નેતાઓના ભારત આવવાની સંભાવના છે.

ભારત આવી રહ્યા છે અફઘાન નેતા

ભારત આવી રહ્યા છે અફઘાન નેતા

ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ અફઘાન સંકટ વચ્ચે ઘણા મોટા નેતાઓ ભારત તરફ આવી રહ્યા છે અને ઘણા બીજા મોટા નેતાઓ ભારત આવવાની કોશિશમાં છે. વળી, સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારે રાજકીય શરણાર્થીઓને ભારતમાં આવવાની મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનના નેતાઓથી લઈને અફઘાન નાગરિકો માટે સુરક્ષિત આવાસ માનવામાં આવે છે અને ઘણી મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભારતમાં રહે છે.

કયા નેતાઓ ભારત પહોંચ્યા?

કયા નેતાઓ ભારત પહોંચ્યા?

રિપોર્ટ મુજબ શુક્રવારથી જ અફઘાનિસ્તાનના મોટા નેતા ભારત આવી રહ્યા છે. સમાચાર મુજબ શુક્રવારથી ભારત આવનારા અમુક મોટા રાજકીય નામોમાં વરદકના સાંસદ વહીદુલ્લાહ કલીમજઈ શામેલ છે. પરવાનથી સાંસદ અબ્દુલ અજીજ હકીમી, સાંસદ અબ્દુલ કાદિર જજઈ,, સેનેટર માલેમ લાલા ગુલ, જમીલ કરજઈ(પૂર્વ સાંસદ અને પૂર્વ અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરજઈના બીજી પિતરાઈ ભાઈ) બગલાન સાંસદ શુક્રયિ એસખાઈલ, મોહમ્મદ ખાન, સેનેટર એન્જિનિટર અબ્દુલ હાદી અરઘંડીવાલ, પૂર્વ નાણામંત્રી અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ યૂનુસ કાનૂનનીના ભાઈ મોહમ્મદ શરૂફ શરીફી, સાંસદ મરિયમ સોલેમાનખાઈલ અને અફઘાનિસ્તાનના ઉપલા ગૃહના વરિષ્ઠ સલાહકાર કૈસ મોવફાક ભારત પહોંચી ચૂક્યા છે.

અફઘાનિસ્તાન સાથે દિલનો સંબંધ

અફઘાનિસ્તાન સાથે દિલનો સંબંધ

અફનિસ્તાન અને ભારતના લોકો વચ્ચેનો સંબંધ સદીઓથી મજબૂત રહ્યો છે. જો કે, પાકિસ્તાન અને આઈએસઆઈના ઈશારે કામ કરી રહેલ તાલિબાન માત્ર ભારત માટે નહિ પરંતુ સમગ્ર ભૂ-રાજકીય સ્થિરતા માટે ચિંતાનો વિષય બની શકે છે. અફઘાનિસ્તાનનુ પૂર્વ પડોશી પાકિસ્તાન, તાલિબાનને સૈન્ય અને આર્થિક મદદ પૂરી પાડી રહ્યુ છે. દેશની પશ્ચિમી સીમા પર ઈરાન, અફઘાન શરણાર્થીઓને દેશમાં આવવાની મંજૂરી આપી રહ્યુ છે. વળી, અફઘાનિસ્તાનની સીમા સાથે ત્રણ પ્રાંતોમાં શિબિર સ્થાપિત કરવામાં આવ્યા છે.

અફઘાનિસ્તાન શરણાર્થી સંકટ

અફઘાનિસ્તાન શરણાર્થી સંકટ

રિપોર્ટ મુજબ અલ્બાનિયા અને કતર અમેરિકા સાથે અફઘાન રાજકીય શરણાર્થીઓને રાખવા માટે વાતચીત કરી રહ્યુ છે અને કેનેડા પણ 20000 શરણાર્થીઓને દેશમાં રાખવાની વાત કરી છે. વળી, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્તના જણાવ્યા મુજબ 2021ની શરૂઆત બાદથી અફઘાનિસ્તાનમાં તાલિબાનની હિંસાના કારણે પાંચ લાખથી વધુ લોકો પોતાનુ ઘર છોડીને ભાગી ચૂક્યા છે. યુનાઈટેડ નેશન્સની સંસ્થાએ એ પણ કહ્યુ છે કે જુલાઈથી નવ ઓગસ્ટ સુધી લગભગ એક લાખ 26 હજાર લોકો અધિકૃત રીતે વિસ્થાપિત થયા છે.

English summary
Afghanistan prominent leaders and parliamentarians have fled to India to take refuge after the Taliban's control over Kabul.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X