યુએસ-અફધાન બેઝ જલાલાબાદ એરપોર્ટ પર તાલીબાની હુમલો, 11નાં મોત

afghanistan us
કાબુલ, 2 ડિસેમ્બરઃ અફધાનિસ્તાનના પૂર્વીય શહેર જાલલાબાદમાં આજે વિસ્ફોટનો અવાજ અને તોપોની ગોળીબારીનો અવાજ સાંભળવામાં આવ્યો, તથા તાલિબાને શહેરમાં હવાઇ મથક પર હુમલો કર્યાનો દાવો કર્યો છે. તાલિબાને એક ન્યૂઝ એજન્સીને ટેલીફોન કરીને જણાવ્યું હતું કે જલાલાબાદ હવાઇ મથક પર હુમલો કરવામાં આવ્યો છે.

તાલિબાને કહ્યું કે, હવાઇ મથક પરિસર પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો જે નાટોનું એક પ્રમુખ ઠેકાણું છે. તેમણે કહ્યું કે, ઉગ્રવાદી હવાઇ મથકમાં ઘુસી ગયા છે, અફધાન સરકારના અધિકારીઓએ આ વાતની પૃષ્ટિ કરી છે કે, હવાઇ મથક પરિસર પર સંઘર્ષ થયો છે. એક ચોકીદારે કહ્યું કે, શરૂઆતમાં ભીષણ વિસ્ફોટ કર્યા બાદ હવાઇ મથક પર રોકેટ ચલાવી ગ્રેનેડ મોર્ટાર અને નાના હથિયારોથી હુમલો કરવામાં આવ્યો.

આ હુમલામાં 11 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલો છે. નાટોના આંતરરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દળના પ્રવક્તાએ પૃષ્ટિ કરી છે કે જલાલાબાદ હવાઇ મથકની આસપાસ ઘણા વિસ્ફોટ થયા છે, પરંતુ તેમણે હજુ પણ વધારે તપાસ કરી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X