For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ કાયદાએ અમેરિકા પર હૂમલો કરવાનું કર્યું આહવાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Yeman burning us flag
દુબઇ,16 સપ્ટેમ્બર: અલકાયદાએ અરબ જગત અને પશ્વિમમાં અમેરિકાના ઠેકાણાં પર ફરીથી હૂમલો કરવાનું આહવાન કર્યું છે, જ્યારે અમેરિકાએ કહ્યું છે કે તે સુદાન અને ટ્યૂનીશિયા સ્થિત પોતાના દૂતાવાસો પરથી બિનજરૂરી કર્મીઓને હટાવી દીધાં છે.

એક ઇસ્લામિક વેબસાઇટ પર નોંધવામાં આવ્યું હતું કે અરબ પ્રાયદ્રીપ સ્થિત અલકાયદાએ પશ્વિમ એશિયા તથા આફ્રિકા સ્થિત અમેરિકન દૂતાવાસો પર તેમજ અન્ય સ્થળોએ વધારે હૂમલાઓ કરવાનું આહવાન કર્યું છે. પશ્વિમી દેશોમાં વસતાં મુસલમાનોને સૂચના આપવામાં આવી છે કે એવી જગ્યાએ હૂમલા કરવા જેથી અમેરિકાનું અહિત થઇ શકે.

બીજી તરફ અમેરિકાના વિદેશ વિભાગે સ્થિતીને ધ્યાનમાં રાખતાં પોતાના બધા બિનજરૂરી અધિકારીઓને સૂદાન અને ટ્યૂનીશિયા છોડવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ સૂદાનના ખારતૂમ સ્થિત અમેરિકન દૂતાવાસની રક્ષા માટે વિશેષ બળ મોકલવાના અમેરિકાના આગ્રહને નકારી કાઢ્યો છે. શુક્રવારે અમેરિકાના આ દૂતાવાસ પર હૂમલો થયો હતો.

ઉલ્લેખનીય છે કે એક વિવાદાસ્પદ અમેરિકન ફિલ્મને લઇને અરબ જગતમાં અમેરિકા વિરૂદ્ધ જબરજસ્ત વિરોધ પ્રગટ કરવામાં આવી રહ્યો છે. મંગળવારે લીબિયા સ્થિત અમેરિકન દૂતાવાસ પર થયેલા હૂમલામાં અમેરિકાના રાજદૂત સહિત અન્ય ત્રણ અમેરિકન લોકોના મોત નિપજ્યાં હતાં.

English summary
Al-Qaeda’s Yemen branch urged Muslims around the world to kill U.S. diplomats and attack American embassies in response to a U.S.-made anti-Islam film, according to a statement posted on Islamist websites on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X