For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Alaska Earthquake : અલાસ્કામાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની પણ ચેતવણી

અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર 8.2ની તીવ્રતાનો ભૂકંપ અલાસ્કાના દરિયાકાંઠે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

Alaska - United States : અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર 8.2ની તીવ્રતાનો ભૂકંપ અલાસ્કાના દરિયાકાંઠે આવ્યો છે. યુએસ જિયોલોજીકલ સર્વે(USGS)ના રિપોર્ટ મુજબ આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્ર અલાસ્કાના પેરાવિલેથી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં 91 કિલોમીટર સ્થિત હતું.

અમેરિકાના અલાસ્કા દ્વીપકલ્પમાં સ્થાનિક સમય અનુસાર બુધવારની મોડી રાત્રે 8.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS)એ આ અંગે માહિતી આપી છે. USGSના રિપોર્ટ મુજબ આ ભૂકંપનું કેન્દ્રનું જમીનથી 45 કિમી નીચે હતું. ભૂકંપના આંચકા બાદ કોઈ જાનહાનિ કે કોઇ મોટું નુકસાન થયું નથી. અમેરિકાના હવામાન વિભાગ દ્વારા આ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી છે.

Alaska Earthquake

યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ રાત્રે 11: 15 કલાકે ભૂકંપ નોંધ્યો હતો, જે સપાટીથી 29 માઇલ નીચે હતો. તેની અસર કેન્દ્રથી ઘણી દૂર રહી છે. USGS મુજબ આ બાદ પણ બે વધુ આંચકા નોંધાયા હતા, જેની તીવ્રતા 6.2 અને 5.6 માપવામાં આવી છે. છેલ્લા સાત દિવસોમાં આ વિસ્તારના 100 માઇલની અંદર 3ની તીવ્રતાથી વધુનો કોઈ ભૂકંપ આવ્યો ન હતો.

આ ભૂકંપના આંચકા બાદ દક્ષિણ અલાસ્કા, અલાસ્કાના પેનિનસુલા અને અલેયૂટિયન ટાપુઓ પર સુનામી આવશે, પણ આપવામાં આવી છે. આ સિવાય ગુઆમ અને હવાઈમાં પણ એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. આ સાથે લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર સુરક્ષિત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અલાસ્કા પેસિફિક રીંગ ઓફ ફાયર (Pacific Ring of Fire)માં આવે છે, જેને સિસ્મિક એક્ટિવિટીમાં ખૂબ જ સક્રિય માનવામાં આવે છે. 31 મે ની રાત્રે અલાસ્કાના તાલકીત્ના પર્વત વિસ્તારમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને સોમવારની સવાર સુધીમાં હળવા આંચકા અનુભવાતા રહ્યા હતા. હોમરથી ફેરબેંક્સ સુધી આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એંગોરેજ અને વસીલા વિસ્તારોમાં ભૂકંપની તીવ્રતા વધુ હતી.

English summary
According to the American Geological Survey, a magnitude 8.2 earthquake shook the coast of Alaska. The epicenter was reported 91 kilometers southeast of Parasville, Alaska, according to the US Geological Survey. A magnitude 8.2 earthquake shook the US state of Alaska late Wednesday night. The US Geological Survey (USGS) has provided information on this. The epicenter was reported at 45 km below the ground, according to the USGS. No casualties or damage were reported after the quake. The US Meteorological Agency has issued a tsunami alert following the quake.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X