અલ્ઝીરિયામાં મિલિટ્રી એરક્રાફ્ટ થયું ક્રેશ, 257 લોકોની મોત

Posted By:
Subscribe to Oneindia News

અલ્ઝીરિયામાં એક સેનાનું એરક્રાફ્ટ ક્રેશ થઇ જતા તેમાં 257 લોકોની મોત થઇ છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સની ખબર મુજબ એરક્રાફ્ટ ક્રેશમાં 257 લોકોની મોત થઇ છે અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. વળી આ આંકડો વધવાની શક્યતા પણ રહેલી છે. સુત્રોથી પ્રાપ્ત જાણકારી મુજબ રાજધાની અલ્જિયર્સથી 40 કિલોમીટર દૂર બોઉફારિક એરપોર્ટ પાસે આ પ્લેન ક્રેશ થઇને નીચે પડ્યું છે. આ એરક્રાફ્ટમાં મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયાર હતા. જો કે ત્યાંના સ્ટેટ મીડિયા મુજબ મરનાર લોકોની સંખ્યા 200 છે. આ ઘટના પછી અને 14 જેટલી એબ્યુલેન્સ અને 10થી વધુ ફાયર બ્રિગ્રેડના એન્જિન આવી પહોંચ્યા છે. આ ઘટના સવારે 10 વાગે થઇ છે.

crash

તે પછી અનેક મીડિયા સુત્રોએ 200 લોકોની મોત થઇ હોવાનો દાવો કર્યો હતો. આ કે આ ઘટના પછી એરપોર્ટ તરફ જનાર તમામ રોડ બ્લોક કરી દીધા છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વળી સાથે જ મોટી સંખ્યામાં સૈનિકોના મૃતદેહને પણ એક પછી એક નીકાળવામાં આવી રહ્યા છે. જો કે અલ્ઝીરિયાની સરકાર તરફથી આ અંગે નિવેદન હજી નથી આવ્યું. અલ્ઝીરિયા મીડિયા દ્વારા આ અકસ્માતની તસવીરો જાહેર કરવામાં આવી છે. માનવામાં આવે છે કે ટેકઓફના થોડાક જ ક્ષણોમાં આ સેનાનું એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. નીચે ક્રેશ થવાની સાથે જ એરક્રાફ્ટમાં આગ લાગી ગઇ હતી. જે પછી દૂર દૂર સુધી આ આગનો ધુમાડો દેખી શકાતો હતો.

English summary
Algerian military aircraft crashes, more than 200 kill, several injure. Read here more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.