For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Amazon Fires: એમેઝોનના જંગલમાં લાગી ભીષણ આગ, વિમાનથી કાબૂમાં લેવાનો પ્રયાસ

Amazon Fires: એમેઝોનના જંગલમાં લાગી ભીષણ આગ, વિમાનથી કાબૂમાં લેવાનો પ્રયાસ

|
Google Oneindia Gujarati News

પૃથ્વીનાં ફેફસાં ગણાતું એમેઝોન જંગલ છેલ્લા 3 અઠવાડિયાથી ભળકે બળી રહ્યું છે. દુનિયામાં 20 ટકા જેટલો ઓક્સિજન એમેઝોન જંગલ દ્વારા ઉત્સર્જિત કરવામાં આવે છે. ત્યારે એમેઝોન સળગતાં સંકટની સ્થિતિ સર્જાણી છે. દક્ષિણી અમેરિકાના બ્રાઝીલમાં એમેઝોન જંગલ દુનિયાનું સૌથી મોટું રેન ફોરેસ્ટ છે. આ જંગલમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. 2019માં પણ હજારો વખત આગ લાગી ચૂકી છે. એવામાં બ્રાઝીલના યુદ્ધક વિમાનોથી એમેઝોન રાજ્યના રોંડનિયામાં સળગતા જંગલ પર પાણી છાંટવામાં આવી રહ્યું છે.

amazon

ત્યાંની સ્થાનિક સરકારની સહાયતા માટે અનુરોધ કરતા પ્રવક્તાએ કહ્યું કે રવિવાર સુધી રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ એમેઝોનમાં ઉગ્ર આગથી નિપટવા માટે સાત રાજ્યોમાં સૈન્ય અભિયાન શરૂ કર્યાં હતાં. આ વર્ષે આ જંગલમાં 72000થી વધુ વખત આગ લાગવાની ટના સામે આવી ચૂકી છે, પરંતુ આ વખતે જે મામલા સામે આવ્યા છે તે પરેશાન કરતા છે. આ જંગલમાં ફરી એકવાર ભયંકર આગ લાગી છે, જે એટલી ભયાનક છે કે તેના પ્રભાવથી બ્રાઝિલ જ નહિ બલકે આજુબાજુના અનેય દેશોમાં પણ મુશ્કેલી વધી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ એમેઝોનના જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં 83 ટકા જેટલો વધારો થયો છે. જાણકારો આ મામલે વિવિધ તર્ક આપી રહ્યા છે. કેટલાક દાવો કરી રહ્યા છે કે જંગલોની અંધાધુંધ કટાઈ કરી આગ લગાવવામાં આવી રહી છે, તો કેટલાક ખેડૂતોનું ષડયંત્ર ગણી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ અહીં ખેતી માટે જંગલો કાપવામાં આવી રહ્યાં છે. જેમાં અહીંના સ્થાનિક લાકડા માફિયા પણ સામેલ છે. જાણકારો મુજબ ઉનાળામાં આગ લાગવી સામાન્ય છે પરંતુ તે સિવાય અન્ય ઋતુમાં લાગતી આગ ષડયંત્ર તરફ ઈશારો કરે છે.

<strong>ત્રણ અઠવાડિયાથી સળગી રહ્યું છે એમેઝોનનું જંગલ, કેટલાય પ્રાણીઓનાં મોત</strong>ત્રણ અઠવાડિયાથી સળગી રહ્યું છે એમેઝોનનું જંગલ, કેટલાય પ્રાણીઓનાં મોત

English summary
Amazon Fires: boeing plane dumping water to control fire in amazon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X