અમેરિકામાં હવે 12-15 વર્ષના બાળકોને પણ મૂકાશે કોરોના વેક્સીન, ફાઈઝર-બાયોએનટેકની રસીને લીલી ઝંડી
અમેરિકી ખાદ્ય તેમજ ઔષધિ પ્રશાસને(એફડીએ) સોમવારે(10 મે) 12થી 15 વર્ષના બાળકો માટે ફાઈઝર-બાયોએનટેકની વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
વૉશિંગ્ટનઃ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે અમેરિકી ખાદ્ય તેમજ ઔષધિ પ્રશાસને(એફડીએ) સોમવારે(10 મે) 12થી 15 વર્ષના બાળકો માટે ફાઈઝર-બાયોએનટેકની વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. એફડીએ કહ્યુ કે મહામારી સામે લડાઈમાં વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને અમે કિશોરો(12-15 વર્ષ)માં ઈમરજન્સી ઉપયોગ માટે ફાઈઝર-બાયોએનટેક કોવિડ-19 વેક્સીનને અધિકૃત કરી છે. એફડીએના કમિશ્નર જેનેટ વુડકૉકે આ પગલાંને કોવિડ-19 મહામારી સામે મહત્વપૂર્ણ પગલુ ગણાવ્યુ છે. તેમણે કહ્યુ કે આ નિર્ણયથી બાળકોને પણ સામાન્ય જીવન જીવવાનો મોકો મળશે. આ પહેલા 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સીનની મંજૂરી આપવામાં આવી હતી.

રસી બધા માનદંડો પર ખરી ઉતરી
એફડીએ કમિશ્નર જેનેટ વુડકૉકે કહ્યુ કે, 'આ પગલાંથી અમે કોરોના મહામારીના પ્રકોપથી બાળકોને સુરક્ષિત કરી શકીએ છીએ. આ આપણને સામાન્ય સ્થિતિમાં પાછા આવવા અને મહામારીને સમાપ્ત કરવાની નજીક લાવશે. જેનેટ વુડકૉકે બાળકોના માતાપિતાને વેક્સીન માટે ભરોસો અપાવ્યો છે કે રસી બધા માનદંડો પર ખરી ઉતરી છે.'

સ્કૂલો ખુલતા પહેલા બાળકોનુ વેક્સીનેશન
જેનેટ વુડકૉકે કહ્યુ, 'હું માતાપિતા અને વાલીઓને એ આશ્વાસન આપી શકુ છે કે એફડીએએ બધા ઉપલબ્ધ આંકડાઓની કઠોર અને ગાઢ સમીક્ષા કરી છે. ત્યારબાદ જ આને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.' અમેરિકન કંપની ફાઈઝરે માર્ચ 2021માં આ અંગે ઘોષણા કરી હતી કે તેની રસી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોનાથી સુરક્ષિત કરે છે. અમેરિકા બાળકોની સ્કૂલ ખુલવાનો સમય નજીક આવતા પહેલા તેમને વેક્સીનેટ કરવાની યોજના પર કામ કરી રહ્યુ છે.

બાળકો પર વેક્સીન 100 ટકા અસરકારક
ફાઈઝરે માર્ચમાં આંકડા જાહેર કરીને જણાવ્યુ હતુ કે 12-15 વર્ષના 2260 વૉલિંટિયર્સને વેક્સીન આપવામાં આવી હતી. ટેસ્ટના ડેટામાં જોવા મળ્યુ કે પૂરા વેક્સીનેશન બાદ આ બાળકોમાં કોરોના ઈન્ફેક્શનનો કોઈ કેસ જોવા મળ્યો નથી. તેમણે દાવો ક્રયો કે બાળકો પર તેમની વેક્સીન 100 ટકા અસરકારક છે. ફાઈઝરે જણાવ્યુ હતુ કે 18 વર્ષના લોકોની તુલનામાં 12થી 15 વર્ષની ઉંમરના જે બાળકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો તે કોરોનાથી સંક્રમિત થયા નહોતા.












Click it and Unblock the Notifications
