For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં કોરોનાથી થયા 7 લાખ મોત, વેક્સીન ન લેનારા લોકોમાં ડેલ્ટા વેરિઅંટનુ જોખમ વધ્યુ

અમેરિકામાં કોરોના વાયરસથી થયેલ મોતનો આંકડો રેકૉર્ડ સ્તરે પહોંચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાયરસથી થયેલ મોતનો આંકડો રેકૉર્ડ સ્તરે પહોંચી ગયો છે. શુક્રવારે(1 ઓક્ટોબર)ના રોજ અમેરિકામાં કોરોનાથી થયેલી મોતની સંખ્યા 7 લાખ થઈ ગઈ છે. અમેરિકામાં એવા સમયમાં મૃતકોની સંખ્યા વધી છે જ્યારે ડેલ્ટા વેરિઅંટના કારણે કોવિડ-19ના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે અને ત્યાંની હૉસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. અમેરિકામાં મૃતકોની સંખ્યાને 6 લાખથી 7 લાખ પહોંચવામાં માત્ર સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો છે. અમેરિકાએ એ લોકોમાં ડેલ્ટા વેરિઅંટનુ જોખમ એ વિસ્તારમાં વધ્યુ છે જ્યાં લોકોએ વેક્સીન લગાવી નથી.

covid

અમેરિકામાં મરનારની સંખ્યા બોસ્ટનની જનસંખ્યાથી પણ વધુ છે. અમરિકામાં હજુ પણ 70 મિલિયન લોકો એવા છે જેમણે વેક્સીન લગાવી નથી. આ 70 મિલિયન લોકોમાં બધા એડલ્ટ છે. અમેરિકાથી કોરોનાથી થતી મોતની આટલી મોટી સંખ્યા આરોગ્ય નેતાઓ અને ફ્રંટલાઈન હેલ્થ વર્કર્સ માટે ચિંતાની વાત છે. અમેરિકામાં ગયા 6 મહિનાથી બધા યોગ્ય લોકો માટે વેક્સીન ઉપલબ્ધ છે.

એક્સપર્ટની માનીએ તો વેક્સીન લગાવ્યા બાદ લોકોએ હૉસ્પિટલમાં ભરતી થવાની જરુર બહુ ઓછી પડી છે અને ડેથ રેટમાં પણ ઘટાડો થયો છે. વેક્સીનેશન ન થવાના કારણે અમેરિકામાં વાયરસ ફરીથી તેજીથી ફેલાઈ રહ્યો છે. અમેરિકાના મોટા સંક્રમક રોગ વિશેષજ્ઞ ડૉ. એંથની ફૌસીએ કહ્યુ કે, 'આ આપણા બધા માટે સારી વાત છે કે કોરોનાનો ગ્રાફ તેજીથી નીચે આવી રહ્યો છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે વેક્સીન ન લગાવવા માટે આ વાતનો તર્ક આપો.'

યુએફ હેલ્થ જેક્સવિલેના એક નર્સ મેનેજર દેબી ડેલાપાઝે કહ્યુ, 'તમે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને ગુમાવી દો છે અને આવુ ન થવુ જોઈએ. આપણે જોયુ હતુ કે રોજ હૉસ્પિટલમાં ઘણા દર્દીઓના કોરોનાથી મોત થઈ રહ્યા હતા પરંતુ આવુ ન થવુ જોઈએ..આ દુઃખની વાત છે.'

English summary
America hits 700,000 dead due to Covid-19, when cases begin to decline
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X