હરનિશ પટેલ: ભારતીય મૂળના વધુ એક નાગરિકની અમેરિકામાં થઇ હત્યા

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકાના કાંસાસ શહેરમાં હાલમાં જ એક ભારતીય એન્જિનિયરની હત્યા કરવામાં આવી હતી. આ મામલો શાંત થાય તે પહેલા જ અન્ય એક ભારતીય મૂળના નાગરિક હરનિશ પટેલની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ભારતીય મૂળના વેપારી હરનિશ પટેલ અમેરિકાના સાઉથ કારોલિનામાં ગુરુવારે રાતે 11.24 વાગ્યાના સમયે દુકાન બંધ કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

harnish patel

નોંધનીય છે કે હાલ બે દિવસ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોટલાની હત્યાને વખોડી હતી. ત્યારે હાલ તો ત્યાંના અધિકારીઓ હરનિશ પટેલની હત્યાની પાછળનું કારણ શોધી, વધુ તપાસ કરી રહી છે. હરનિશ પટેલની હત્યા પછી લાનકાસ્ટર લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. આસપાસના લોકોના જણાવ્યા મુજબ હરનિશને કમ્યુનિટીના તમામ લોકો ખૂબ જ પસંદ કરતા હતા. અને તે હંમેશા લોકો કાનૂન અને નિયમોનું ધ્યાન રાખે તે વાત પર ભાર આપતા હતા. ત્યારે તેમની મોત પછી તેમની પત્ની અને બાળક સમેત સમગ્ર વિસ્તારમાં રહેતા ભારતીયો શોકમય બન્યા છે.

English summary
Indian Origin Businessman Harnish Patel Shot Dead Outside His Home In America.
Please Wait while comments are loading...