For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં સમલૈંગિક લગ્ન અંગે ઐતિહાસિક નિર્ણય લેવાયો

|
Google Oneindia Gujarati News

us-same-sex-marriage
વૉશિંગ્ટન, 27 જૂન : અમેરિકામાં બુધવાર 26 જૂનનો દિવસ સમલિંગીઓ માટે ઐતિહાસિક દિવસ રહ્યો. બુધવારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જેમાં કોર્ટે સમલૈંગિક લગ્ન (સેમ સેક્સ મેરેજ)ને મંજૂરી આપી છે. આ નિર્ણયમાં સમલિંગી લગ્નોને એવો જ દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે જે એક પુરુષ અને મહિલા વચ્ચે થતા લગ્નને આપવામાં આવે છે. આ નિર્ણય જાહેરાત થતા જ સમલિંગીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

અમેરિકાની સુપ્રીમ કોર્ટે એ સંઘીય નિર્ણયને બિનસંવૈધાનિક જાહેર કર્યો છે જે અંતર્ગત લગ્ન માત્ર એક પુરુષ અને એક મહિલા વચ્ચે જ થઇ શકવાનું કહેવામાં આવ્યું છે. અમેરિકાના પાટનગર વૉશિંગ્ટન ઉપરાંત કુલ 12 રાજ્યો છે, જ્યાં સમલિંગી લગ્નોને કાયદાકીય રીતે માન્ય ઠેરવવામાં આવે છે. પરંતુ આ રાજ્યોની સીમાની બહાર જતા જ સમલિંગી યુગલોના લગ્ન ખતમ થઇ જતા હતા. આ ઉપરાંત જો તેઓ સરકારી નોકરીઓ કરતા હતા તો તેમને ટેક્સ, સ્વાસ્થ્ય, પેન્શન અને અન્ય ફાયદાઓથી વંચિત રહેવું પડતું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ટ્વિટર પર પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે. ત્યાર બાદ તેમણે જાહેર કરેલા એક લેખિત નિવેદનમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે એક ભૂલને સુધારી છે અને તેના કારણે આપણી વધારે સારી સ્થિતિમાં આવ્યા છીએ.

અમેરિકામાં સમલિંગી લગ્નો હંમેશાથી સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. એક સમયે બરાક ઓબામા પણ સમલિંગી લગ્નનો વિરોધ કરતા હતા. ગયા વર્ષે તેમણે આની તરફેણમાં નિવેદન આપ્યું હતું. આમ કરીને તેઓ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા છે જેમણે સમલૈંગિક લગ્નોને સમર્થન આપ્યું છે.

English summary
America's historic decision on same sex marriage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X