For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-રશિયા ઓઈલ ડીલ પર બોલ્યું અમેરિકા, ઈતિહાસ યાદ રાખશે કે, તમે ત્યારે કોના પક્ષે હતા

રશિયા યુક્રેન યુદ્ધની વચ્ચે લાદવામાં આવેલા પ્રતિબંધો બાદ રશિયાએ ભારતને રાહત દરે ક્રૂડ ઓઈલની ઓફર કરી છે. ભારત હજૂ પણ આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે, પરંતુ તે પહેલા દુનિયાની નજર ભારતના સ્ટેન્ડ પર મંડાયેલી છે.

|
Google Oneindia Gujarati News

રશિયા યુક્રેન યુદ્ધની વચ્ચે લાદવામાં આવેલા પ્રતિબંધો બાદ રશિયાએ ભારતને રાહત દરે ક્રૂડ ઓઈલની ઓફર કરી છે. ભારત હજૂ પણ આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે, પરંતુ તે પહેલા દુનિયાની નજર ભારતના સ્ટેન્ડ પર મંડાયેલી છે. અમેરિકાનું કહેવું છે કે, જો ભારત આ પ્રસ્તાવને સ્વીકારે છે તો તે અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન નહીં ગણાય. જોકે, આ ડીલ ચોક્કસપણે ભારતને ખોટા પક્ષે મૂકશે.

ઇતિહાસ જોશે ત્યારે તમે ક્યાં ઊભા હતા

ઇતિહાસ જોશે ત્યારે તમે ક્યાં ઊભા હતા

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે, આ સોદો યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરશે, પરંતુ આજના સમયના ઈતિહાસના પુસ્તકોલખાયા ત્યારે તમે ક્યાં ઊભા હતા એ આપણે યાદ રાખવાનું છે. સાકીએ જણાવ્યું છે કે, કોઈપણ દેશ માટે અમારો સંદેશ છે કે અમે જે પ્રતિબંધોની ભલામણ કરી છે તેનુંપાલન કરો.

ભારતે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે રશિયન આક્રમણને સમર્થન ન આપે

ભારતે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે રશિયન આક્રમણને સમર્થન ન આપે

ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રી ડૉ. અમી બેરાએ પણ એવા અહેવાલો પર નિરાશા વ્યક્ત કરી છે કે, ભારત રશિયાના ભારે ડિસ્કાઉન્ટેડ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.

બેરાએ જણાવ્યું હતું કે, ઈતિહાસ જોશે કે યુક્રેનના આક્રમણ સામે વિશ્વ તેના સમર્થનમાં ઉભું હતું, તો તમે રશિયા સાથે રહેવાનું પસંદ કર્યું હતું. તેમણે કહ્યું કે, વિશ્વના

સૌથી મોટા લોકતંત્ર અને ક્વોડ લીડર તરીકે ભારતની જવાબદારી છે કે, તે સુનિશ્ચિત કરે કે તે પુતિન અને તેની આક્રમકતાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન ન આપે.

અમેરિકા પહેલેથી જ ચેતવણીઓ આપી રહ્યું છે

અમેરિકા પહેલેથી જ ચેતવણીઓ આપી રહ્યું છે

અમેરિકી રક્ષા અધિકારી જેક સુલિવને જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયન હુમલા પહેલા જ અમેરિકાએ હુમલા અંગે ચેતવણી આપી હતી કે, રશિયાઉત્તર,દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમથી યુક્રેન પર એક સાથે હુમલો કરશે. તેથી આ (રાષ્ટ્રવ્યાપી હુમલો) યુએસ ગુપ્તચર અને રાષ્ટ્રીય સુરક્ષા સમુદાય માટે આશ્ચર્યજનક નથી.

આસાથે, અમેરિકી અધિકારીએ ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે, અમેરિકી સૈનિકો યુક્રેનમાં લડવા માટે નહીં જાય અને અમેરિકી સૈનિકો યુક્રેનમાં કોઈ ઓપરેશનચલાવીરહ્યાં નથી.

English summary
America spoke on India Russia oil deal, history will remember whose side you were on then.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X