For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tawang Border Clash : તવાંગ મુદ્દે અમેરિકાએ કર્યુ ભારતનું સમર્થન, કહી દીધી આ મોટી વાત

Tawang Border Clash : તવાંગ મુદ્દે અમેરિકાએ ભારતનું સમર્થન કર્યું છે. આ સાથે અમેરિકાએ જણાવ્યું હતુંં કે, અમારા સાથી દેશો સામે ચીનની આક્રમકતા વધી રહી છે, અમે સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.

|
Google Oneindia Gujarati News

Tawang Border Clash : અરુણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટર નજીક ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણ બાદ તંગ થયેલી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના ભારતના પ્રયત્નોને અમેરિકાએ આવકાર્યું છે. આ સાથે અમેરિકાએ ભારતનું સમર્થન પણ કર્યું છે.

પેન્ટાગનના પ્રેસ સચિવ પેટ રાઇડર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમે અમારા સહયોગીની સુરક્ષાની ખાતરી કરવાની પોતાના પ્રતિબદ્ધતા પર કાયમ રહીશું. ભારતે જે રીતે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે, તે પ્રયત્નોનું અમે સંપૂર્ણ સમર્થન કરીએ છીએ.

આ સાથે પેટ રાયડરે વધુમાં જણાવ્યું છે કે, અમેરિકા ભારત-ચીન સરહદ પર ચાલી રહેલી ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. દુનિયા જાણે છે કે, ચીન કેટલી સરમુખત્યારશાહી રીતે સરહદ પર પોતાની સેના એકત્ર કરીને કથિત સૈન્ય માળખાનું નિર્માણ કરી રહ્યું છે.

આપણા સાથી દેશો સામે વધી રહી છે ચીનની આક્રમકતા - અમેરિકા

આપણા સાથી દેશો સામે વધી રહી છે ચીનની આક્રમકતા - અમેરિકા

પેટ રાયડરે વધુમાં જણાવ્યું હતું કે, ચીન પણ અમેરિકાના સહયોગી અને ભાગીદારો સામે આક્રમક બની રહ્યું છે.

LAC બાદ હવેચીન ભારત સિવાય અન્ય દેશો માટે પણ દરિયાઈ સરહદમાં મોટો પડકાર બની રહ્યું છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીની સેનાની હાજરીચિંતાનો વિષય છે.

અમેરિકન વ્હાઇટ હાઉસે આપ્યું નિવેદન

અમેરિકન વ્હાઇટ હાઉસે આપ્યું નિવેદન

મંગળવારના રોજ પ્રેસ બ્રીફિંગ દરમિયાન ભારત-ચીન સ્ટેન્ડઓફના મુદ્દા પર બોલતા, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે, અમેરિકા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને બંને પક્ષો વિવાદિત સરહદો પર ચર્ચા કરવાનું ચાલુ રાખી રહ્યાછે.

આ માટે હાલની દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કેરિન જીન-પિયરે જણાવ્યું હતું કે, અમને ખુશી છે કે, બંને પક્ષો ઝડપથી સંઘર્ષમાંથી છૂટા થઈ ગયા હતા. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને વિવાદિત સરહદો પર ચર્ચા કરવા માટે ભારત અને ચીનને હાલની દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ.

9 ડિસેમ્બરના રોજ ભારત-ચીન સેના વચ્ચે થયું હતું ઘર્ષણ

9 ડિસેમ્બરના રોજ ભારત-ચીન સેના વચ્ચે થયું હતું ઘર્ષણ

ઉલ્લેખનીય છે કે, 9 ડિસેમ્બરના અરુણાચલ પ્રદેશના તવાંગ પ્રદેશમાં યાંગત્સેમાં LAC ની સાથે ચાઈનીઝ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સૈનિકોનો સમૂહ જોવા મળ્યો હતો. ભારતીય સૈન્યના જવાનોએ ચીની સેનાને પીછેહઠ કરવા કહ્યું અને તેમની આગળની પ્રગતિને નિશ્ચિતપણે અટકાવી હતી.

જે બાદની અથડામણમાં બંને પક્ષોના સૈનિકોને ઈજાઓ થઈ હતી. અથડામણ બાદ તરત જ બંને પક્ષો પોતપોતાના વિસ્તારમાં પરત ફર્યાહતા.

કહેવામાં આવી રહ્યું છે કે, ચીની સૈનિકોના આ અચાનક હુમલાનો ભારતીય સૈનિકો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. આ ઘટનામાં ભારતીય સેનાના 20 જવાનો ઘાયલ થયા છે, જ્યારે ઘાયલ ચીની સૈનિકોની સંખ્યા બમણીથી વધુ હોવાનું કહેવાય છે.

રાજનાથ સિંહે કહી આ વાત

રાજનાથ સિંહે કહી આ વાત

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં LAC ઘટના અંગે જણાવ્યું હતું કે, 9 ડિસેમ્બરના રોજ PLA સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરના યાંગત્સે સેક્ટરમાં LAC પાર ઘૂસણખોરી ("અતિક્રમણ") કર્યું અને એકપક્ષીય રીતે સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતીય સૈનિકોએ ચીનના પ્રયાસનો "જોરદાર" પ્રતિકાર કર્યો અને સામસામે ઝપાઝપી થઈ હતી. રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, આપણીસેનાએ બહાદુરીથી PLAની ઘૂસણખોરી અટકાવી અને તેમને તેમના પોસ્ટ પર પાછા ફરવા માટે મજબૂર કર્યા હતા.

English summary
America supported India on Tawang Border Clash, gave such a statement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X