For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાત્મા ગાંધી પ્રેરિત હતું અમેરિકામાં થયેલું માર્ચઃ ઓબામા

|
Google Oneindia Gujarati News

વોશિંગટન, 29 ઑગસ્ટઃ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, દેશે જે પ્રગતિ કરી છે, તેને જોઇને માર્ટિન લૂથર કિંગ અનેક રીતે ચકિત થઇ ગયા હોત. ઓબામાએ આ વાત એ સમયે કરી છે, જ્યારે વોશિંગટન માર્ટિન લૂથર કિંગના એ ઐતિહાસિક માર્ચની તૈયારીમાં લાગેલું છે, જે મહાત્મા ગાંધીથી પ્રેરિત હતું. ઓબામાએ આગાળ કહ્યું કે તો પણ કિંગ તેનાથી સંતુષ્ટ થયા ના હોત.

નોંધનીય છે કે, અમેરિકામાં નાગરિક અધિકારોના આગેવાન રહેલા માર્ટિન લૂથર કિંગે 28 ઓગસ્ટ, 1963ના રોજ વોશિંગટનના લિંકન મેમોરિયલ પર નોકરીઓ અને આઝાદી માટે મારી પાસે એક સ્વપ્ન છે, જેવું ઐતિહાસિક ભાષણ કર્યું હતું. ઓબામાએ બુધવારે આયોજનનું સમાપન ભાષણ એ સ્થાન પર આપ્યું, જ્યાં કિંગે 1963માં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. ઓબામાએ એક રાષ્ટ્રિય રેડિયો કાર્યક્રમ ટોમ જોયનર માર્નિગ શોમાં એક ઇન્ટરવ્યુમાં આ ટીપ્પણીઓ આપી.

barack-obama-speech
ઓબામાએ કહ્યું, જ્યારે વાત અર્થવ્યવસ્તા, અસમાનતા, સંપત્તિ, શહેરોના પડકાર જેવા વિષયોની આવે છે, તો કિંગ કહે છે કે આપણે નાગરિક, સામાજિક ક્ષેત્રોની તુલનામાં આ ક્ષેત્રોમાં એટલી પ્રગતિ નથી કરી શક્યા અને એ પણ માત્ર એક અશ્વેત રાષ્ટ્રપતિ થવા સુધી જ પર્યાપ્ત નથી. ઓબામાએ મજાકિયા અંદાજમાં એમ પણ કહ્યું કે, મારું ભાષણ એટલું શાનદાર નથી હોતું, જેટલુ કિંગનું 1600 શબ્દોનું ભાષણ હતું. જ્યારે 20 સદીના સર્વાધિક મહત્વપૂર્ણ ભાષણોમાનું એક માનવામાં આવે છે. અમેરિકામાં નાગરિક અધિકારો માટે સંઘર્ષમાં તે એક મહત્વપૂર્ણ ક્ષણ હતી.

ઓબામાએ કહ્યું કે, જ્યારે તમે કિંગના વોશિંગટન માર્ચમાં ભાષણ અંગે વાત કરો છો તો તમે અમેરિકન ઇતિહાસના સંભવતઃ પાંચ સૌથી શાનદાર ભાષણો અંગે વાત કરી રહ્યાં છો અને આ ક્ષણ તેમણે જે શબ્દોમાં કહ્યું, તેમા એ પેઢીની આશાઓ અને સ્વપ્ન સમાહિત હતા. મારું માનવું છે કે તે અતુલનિય છે.

English summary
American march which was performed on 28 August 1963, under the leadership of Martin Luther King jr was inspired by Mahatma Gandhi says Barack Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X