For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અકસ્માતમાં મૃતકને લેવા પહોંચી એમ્બ્યુલન્સ, ડ્રાઇવરને મળી પોતાના જ પુત્રની લાશ

ઘણીવાર ઘણી એવી ઘટનાઓ ઘટે છે, જેના વિશે જાણ્યા બાદ આપણા જીવનનો અર્થ સમજાઇ જાય છે. આ સાથે આપણને વિચારવા પર પણ મજબુર કરી દે છે. આવી જ એક ઘટના ઇન્ડોનેશિયામાં ઘટી છે.

|
Google Oneindia Gujarati News

ઘણીવાર ઘણી એવી ઘટનાઓ ઘટે છે, જેના વિશે જાણ્યા બાદ આપણા જીવનનો અર્થ સમજાઇ જાય છે. આ સાથે આપણને વિચારવા પર પણ મજબુર કરી દે છે. આવી જ એક ઘટના ઇન્ડોનેશિયામાં ઘટી છે. જેમાં એક એમ્બ્યુલન્સ ડ્રાઇવર પોતાની ફરજ દરમિયાન થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિને લેવા જાય છે, જે બાદ તેને જાણ થાય છે કે, મૃતક બીજુ કોઇ નહીં તેનો જ પુત્ર છે. જે બાદ ઘટના સ્થળે કેવી કરૂણાંતિકા અને વિલાપના દ્રશ્યો સર્જાયા હશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.

ડ્રાઇવરે તેના પુત્રનું બાઇક જોયું

ડ્રાઇવરે તેના પુત્રનું બાઇક જોયું

આ ઘટના ઇન્ડોનેશિયાના એક શહેરની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક રોડ અકસ્માત સર્જાયો હતો અને પછી ત્યાંથી કોઈએ નજીકની એમ્બ્યુલન્સને શક્ય તેટલી વહેલી તકે સ્થળ પર પહોંચવા માટે જાણ કરી હતી.

આ માર્ગ અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ચાલક એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો, પરંતુ અહી પહોંચતા જ તેને આશ્ચર્ય થયું હતું. કારણ કે, તેના પુત્રનું બાઇક ત્યાં પાર્ક કરાયેલું હતું.

તેણે જોયું કે, આ લાશ તો...

તેણે જોયું કે, આ લાશ તો...

જે બાદ ડ્રાઇવરને ફાળ પડતા તે તરત જ એમ્બ્યુલન્સમાંથી ઉતર્યો અને જ્યાં અકસ્માત થયો હતો, તે બાજુ પહોંચ્યો અને એક મૃતદેહની આસપાસ કેટલાક લોકો ઉભા હતા. જ્યારે એમ્બ્યુલન્સ ડ્રાઈવર ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે લાશ બીજા કોઈની નહીં પણ તેના પુત્રની છે. બસ ત્યાર બાદ આ દર્દનાક સ્ટોરીમાં કહેવા માટે કંઈ બચ્યું નથી.

આ ડ્રાઇવર પર દુ:ખનો પહાડ તુટી પડ્યો હશે, એનો અંદાજ જ લગાવી શકાય છે. આ એવુ દુઃખ છે, જેનું વર્ણન શક્ય નથી, અને અમે ક્યારેય નથી ઇચ્છતા કે એનો અનુભવ પણ કોઇને કરવો પડે.

ઈન્ડોનેશિયાની એક મેડિકલ સંસ્થામાં કામ કરે છે એમ્બ્યુલન્સ ડ્રાઈવર

ઈન્ડોનેશિયાની એક મેડિકલ સંસ્થામાં કામ કરે છે એમ્બ્યુલન્સ ડ્રાઈવર

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ એમ્બ્યુલન્સ ડ્રાઈવર ઈન્ડોનેશિયાની એક મેડિકલ સંસ્થામાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. આ ડ્રાઇવરને 6 નવેમ્બરના રોજ સાંજે 4 કલાકે એક માર્ગ અકસ્માતની માહિતી મળી હતી.

ઈમરજન્સી કોલને કારણે તે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જ્યારે ડ્રાઈવર ઘટનાસ્થળે પહોંચ્યો, ત્યારે તેણે પહેલા તેના પુત્રની મોટરસાઈકલને રસ્તા પર જોઈ અને પછી તેની લાશને ઓળખી હતી.

English summary
an emotional sense were created when An ambulance arrived to pick up dead body
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X