For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોર્થ કોરિયાએ તૈયાર કરી લીધો વ્હાઇટ હાઉસને ઉડાવવાનો પ્લાન!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 22 ડિસેમ્બર: તમે બૉલીવુડની ઘણી ફિલ્મોમાં વ્હાઇટ હાઉસને ડાઉન થતાં એટલે કે તેના પર હુમલા વિશે જોયું હશે પરંતુ હવે નોર્થ કોરિયાએ હકિકતમાં વ્હાઇટ હાઉસને ઉડાવવાની ધમકી આપી છે.

white-house-north-korea

તો ઉડાવી દેશે વ્હાઇટ હાઉસ
સોની પિક્ચર્સ લિમિટેડની ફિલ્મ 'ધ ઇન્ટરવ્યું' અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે તણાવનું કારણ બની ગયું છે. ગત કેટલાક દિવસોથી આ ફિલ્મને લઇને બંને દેશો વચ્ચે સંબંધ વણસી રહ્યાં છે.

તાજા ઘટનાક્રમમાં હવે નોર્થ કોરિયા દ્વારા અમેરિકાને ધમકાવતાં કહેવામાં આવ્યું છે કે તે અમેરિકાની સરકાર અને કેટલીક અમેરિકન સંસ્થાઓ પર હુમલા તેજ કરવાની ધમકી આપી છે.

નોર્થ કોરિયાની ન્યૂઝ એજેંસી કેસીએનએ દ્વારા એક પોસ્ટ પબ્લિશ કરવામાં આવી છે અને આ પોસ્ટમાં ઓથોરિટીઝ દ્વારા ધમકી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં જ વ્હાઇટ હાઉસને ઉડાવી દેશે.

આ અજીબો-ગરીબ ધમકી ઉપરાંત નોર્થ કોરિયાએ અમેરિકાના તે આરોપોને પણ નકારી કાઢ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે સોની પર થયેલા સાઇબર એટેક માટે નોર્થ કોરિયા જવાબદાર છે.

ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કિમ જોંગ ઉનની હત્યા
અમેરિકા પોતે આ ફિલ્મને લઇને પરેશાન છે. શનિવારે રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા પણ તેની ટિકા કરવામાં આવી હતી. ફિલ્મમાં નોર્થ કોરિયાએ તાનાશાહ કિમ જોંગ ઉનની હત્યા દર્શાવવામાં આવી છે. નોર્થ કોરિયાનો દાવો છે કે આ ફિલ્મ અમેરિકન સરકારે જ તેમના દેશ વિરૂદ્ધ પ્રપોગેંડા તરીકે ઉપયોગ કરી છે.

નોર્થ કોરિયાના અનુસાર અમેરિકા આતંકવાદનો અડ્ડો છે અને તે પહેલાં જ પેંટાગન અને અમેરિકાના સામ્રાજ્યવાદી તાકાતોને ધમકાવી ચૂક્યાં છે. નોર્થ કોરિયાનું માનીએ તો તેમના દેશની સેના અને તેમના નાગરિકોમાં એટલી તાકાત છે કે તે અમેરિકાની સામે ઉભા રહી શકે.

શું છે વિવાદ
ફિલ્મ 'ધ ઇન્ટરવ્યું' એક કોમેડી ફિલ્મ છે જેમાં એક વર્લ્ડ લીડરની હત્યા વિશે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ વિશે નોર્થ કોરિયાનું કહેવું છે કે આ ફિલ્મ દર્શાવે છે કે અમેરિકાએ સીરિયા, ઇરાક અને અફઘાનિસ્તાન અને યૂક્રેનમાં કયા પ્રકારે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે.

25 નવેમ્બરના રોજ કોલંબિયા પિક્ચર્સ જે સોની એન્ટરમેંટની કંપની છે, તેના કોમ્પ્યુટર નેટવર્કને હેક કરી લીધું છે. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે હેકર્સે નોર્થ કોરિયાની સાથે મળીને આ પ્રકારની હરકતને અંજામ આપ્યું છે.

English summary
Angry North Korea threatens to blow up the White House. Sony Pictures flick The Interview is causing tension between both the nations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X