For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકને અમેરિકાની ચેતવણીઃ હવે ભારત પર હુમલો થયો તો ‘બહુ મુશ્કેલ' થઈ જશે

એક વાર ફરીથી અમેરિકાએ આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ચેતવણી આપીને કડક શબ્દોમાં કહી દીધુ છે કે હવે જો ભારત પર હુમલો થયો તો તમારા માટે મુશ્કેલ થઈ જશે.

|
Google Oneindia Gujarati News

એક વાર ફરીથી અમેરિકાએ આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ચેતવણી આપીને કડક શબ્દોમાં કહી દીધુ છે કે હવે જો ભારત પર હુમલો થયો તો તમારા માટે મુશ્કેલ થઈ જશે. પાકને ચેતવણી આપીને કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાને હવે કોઈ પણ પરિસ્થિતિમાં આતંકી સંગઠનો પર ઠોસ કાર્યવાહી કરવી પડશે. ખાસ કરીને જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તોઈબા જેવા આતંકી સંગઠનો સામે તેણે સખત પગલાં લેવા જ પડશે.

trump

વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે ક ભારત-પાકિસ્તાનમાં કોઈ પણ પ્રકારનો તણાવ પેદા ન થાય તે માટે જરૂરી છે કે પાકિસ્તાન ખાસ કરીને જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તોઈબા સામે સખત પગલાં લે. અમેરિકાએ કહ્યુ છે કે જો પરિસ્થિતિ બગડશે તો બંને દેશો માટે ખતરનાક હશે.

ઉલ્લેખનીય છે કે જૈશ એ મોહમ્મદ એ જ આતંકી સંગઠન છે જેણે પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએએફ જવાનોના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો જેમાં 40 ભારતીય જવાન શહીદ થયા હતા. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને ત્યાં હાજર આતંકી છાવણીઓને નષ્ટ કરી દીધી હતી. પુલવામા હુમલા દોષીતો પર કાર્યવાહી કરવા માટે ભારત પાકિસ્તાનને પુરાવા પણ આપી ચૂક્યુ છે. આ ઘટના બાદથી સતત ભારત-પાકિસ્તાન વચ્ચે તણવ ચાલુ છે. જો કે વિશ્વ સ્તર પર પાકિસ્તાન આ મુદ્દે એકદમ અલગ પડી ગયુ છે તેમછતા તેની અકડ ઓછી નથી થઈ અને તે ભારત સામે નિવેદનબાજી કરવાનું છોડી નથી રહ્યુ.

જો કે અમેરિકાએ એ પણ કહ્યુ કે છેલ્લા અમુક દિવસોમાં પાકિસ્તાને પ્રારંભિક એક્શન લીધી છે જેમાં આતંકી સંગઠનોની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. તેણે જૈશના અમુક મુખ્ય કેમ્પોને પણ પોતાના કબ્જામાં લીધા છે પરંતુ અમે આનાથી વધુ કાર્યવાહી જોવા ઈચ્છીએ છીએ કારણકે આ પહેલા પણ પાકિસ્તાન તરફથી ધરપકડ જેવા પગલાં લેવામાં આવ્યા છે પરંતુ બાદમાં આ આતંકીઓને છોડી દેવામાં આવે છે પરંતુ હવે આવુ નહિ ચાલે. જો તે આતંકીઓ સામે કડક પગલાં નહિ લે તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે.

આ પણ વાંચોઃ પીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબઆ પણ વાંચોઃ પીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ

English summary
The United States has asked Pakistan to take sustained, verifiable and irreversible action against the perpetrators of terrorism
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X