For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સેના વિરુદ્ધ સેંકડો પાકિસ્તાની રસ્તા પર ઉતર્યા

પાકિસ્તાનમાં થયેલા ઈલેક્શન અને ત્યારપછી તેના પરિણામ પછી પાકિસ્તાનમાં હવે બબાલ શરુ થઇ ચુકી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈલેક્શન નિર્ણંયને ખોટો ગણાવતા સેંકડોની સંખ્યામાં પ્રદર્શન ભીડ રસ્તા પર ઉતરી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં થયેલા ઈલેક્શન અને ત્યારપછી તેના પરિણામ પછી પાકિસ્તાનમાં હવે બબાલ શરુ થઇ ચુકી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈલેક્શન નિર્ણંયને ખોટો ગણાવતા સેંકડોની સંખ્યામાં પ્રદર્શન ભીડ રસ્તા પર ઉતરી આવી હતી. પ્રદર્શનકારીઓ ઘ્વારા ફરી એકવાર સેના વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા. તેમને પોતાની સેના વિરુદ્ધ "યે જો દહેશદગર્દી હૈ, ઉસકે પીછે વર્દી હૈ" જેવા નારા લગાવ્યા. પ્રદર્શનકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આવા ખોટા નિર્ણયને નથી માનતા. આપણે જણાવી દઈએ કે પંજાબ નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન માટે ગઢ માનવામાં આવે છે. અહીં મંગળવારે સાંજે લોકો પ્રદર્શન કરવા માટે બહાર આવ્યા હતા.

pakistan election

પાકિસ્તાનમાં 25 જુલાઈ દરમિયાન થયેલા ઇલેક્શનમાં પીએમએલ-એન અને પીપીપી સહીત ઘણી લોકલ પાર્ટીઓ ઘ્વારા ધાંધલી અંગે આરોપ લગાવ્યો છે. પીએમએલ-એન અને પીપીપી ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યું છે કે ઈલેક્શન પછી કાઉન્ટિંગ દરમ્યાન તેમના મોનીટરોને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. જયારે ઘણી પાર્ટીઓ ઘ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે વોટિંગ દરમિયાન વોટરોને સેનાના લોકો કોને વોટ આપી રહ્યા છે તેવા સવાલો પણ પૂછી રહ્યા હતા. પાકિસ્તાનમાં ઘણી પાર્ટીઓ ફરી ઈલેક્શન માટે માંગ કરી રહી છે.

પીટીઆઈ અને પાકિસ્તાન ઈલેક્શન કમિશન ઘ્વારા ધાંધલી થવાના આરોપને નકારી દેવામાં આવ્યો છે. જયારે ઇમરાન ખાને ઈલેક્શન જીત્યા પછી પોતાની પહેલી સ્પીચમાં ઇલેક્શનમાં ધાંધલી થવાના આરોપ અંગે વિરોધી પાર્ટીઓને પુરાવા રજુ કરવા માટે કહ્યું હતું. તેમને કહ્યું હતું કે જો ખરેખર આવું કંઈક થયું છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઈલેક્શન પહેલા પીએમએલ-એન ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઇમરાન ખાનને જીતાવવા માટે સેના તેનો સાથ આપી રહી છે.

આપણે જણાવી દઈએ કે આ બીજી વાર છે જયારે ઇલેક્શનમાં ધાંધલી અને સેના વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પહેલા પણ રાવલપિંડીમાં સેના મુખ્યાલય સામે પ્રદર્શનકારીઓ સેના વિરુદ્ધ "યે જો દહેશદગર્દી હૈ, ઉસકે પીછે વર્દી હૈ" જેવા નારા લગાવી ચુક્યા છે.

English summary
Anti-Army protests in Punjab over allegations of rigged Pakistan Elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X