મોદી લહેર! અમેરિકન સંસદમાં ઠંડો પડ્યો મોદી વિરોધી પ્રસ્તાવ
વોશિંગ્ટન, 10 ડિસેમ્બર: ભારતમાં થયેલા પાંચ રાજ્યો વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ત્રણ રાજ્યોમાં શાનદાર જીત મળવાની સાથે જ અમેરિકન કોંગ્રેસમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો વિરોધ ઠંડો પડતો જણાઇ રહ્યો છે.
આ પ્રસ્તાવને પટરીથી ઉતારવાના પ્રયત્નોમાં લાગેલું અમેરિકા ભારત રાજનૈતિક કાર્યવાહી સમિતિએ આ પ્રસ્તાવની નિંદા કરી છે અને જણાવ્યું છે કે આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય 2002ના ગુજરાત રમખાણોને કોઇ 11 વર્ષો બાદ રેખાંકિત કરીને ભારતમાં આગામી ચૂંટણીને પ્રભાવિત કરવાનો છે. રિપબ્લિકન સભ્યો જૉ પિટ્સ અને ફ્રેંક વોલ્ફ દ્વારા પ્રસ્તાવિત હાઉસ રિસોલ્યૂશન 417માં ગયા મહીને કહેવામાં આવ્યું હતું કે ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘન કરવાના આધાર પર મોદીને વિઝા નહીં આપવાની અમેરિકન સરકારને ભલામણ કરવામાં આવે છે.
તેમાં એ આગ્રહ પણ કરવામાં આવ્યો હતો, 'તમામ પાર્ટિઓ, ધાર્મિક સંગઠન ધાર્મિક શોષણ, ત્રાસ અને ધાર્મિક લઘુમતિઓની વિરુધ્ધ હિંસાનો સાર્વજનિક રીતે વિરોધ કરશે. ખાસ કરીને ભારતમાં 2014માં યોજાનાર સામાન્ય ચૂંટણીઓની તૈયારીમાં.'
સંસદમાં વિદેશ મામલાની સમિતિના અધ્યક્ષ એડ રોયસ, જેમની પાસે આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, તેમણે સપ્તાહના અંતમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 'બંને દેશો ઘણા બધા સમાન મૂલ્યો અને યૌદ્ધિક હિતોની ભાગીદારી કરે છે. આપણે એ વાતનો ખ્યાલ રાખવો જોઇએ કે એશિયામાં સંપૂર્ણ સંતુલન માટે ભારત એ અમેરિકાનું કેન્દ્ર છે.'

યુએસઆઇએનપીએસીએ જણાવ્યું કે 'સમિતિ એ સાબિત કરવામાં કસર નહીં છોડે કે અમેરિકન કોંગ્રેસ જાણીજોઇને અથવા અજાણ્યે ભારતમાં યોજાનારી ચૂંટણીના પરિણામોને પ્રભાવિત નહીં કરે.' સમિતિએ જણાવ્યું કે 'ભારત સંપ્રભુ રાજ્ય રાષ્ટ્ર છે અને તેના નાગરિકોને પોતાનો નેતા ચૂંટવાનો અધિકાર છે.'












Click it and Unblock the Notifications
