For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં મોદી વિરોધી પ્રસ્તાવ લાવવાના પ્રયાસો

|
Google Oneindia Gujarati News

લાહોર, 29 મેઃ પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદના આરોપો સાથે જોડાયેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવદેન પર પડોશી દેશમાં બબાલ મચી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વિધાનસભામાં મોદી વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તેને રોકી દેવામાં આવ્યા છે.

narendra modi pakistan
પંજાબ પ્રાંતની કમાન મુખ્યમંત્રી શાહબાજ શરીફના હાથોમાં છે, જે વડાપ્રધાન નવાઝ શરીફના ભાઇ છે. 372 સભ્યોવાળી વિધાનસભામાં વિપક્ષી પાકિસ્તાન તહરીક એ ઇંસાફ, પીપીપી, પીએમએલ-ક્યૂ અને જમાત એ ઇસ્લામી મોદી વિરોધી પ્રસ્તાવ લાવવા માગતા હતા, પરંતુ સદનના અધ્યક્ષ રાણા ઇકબાલે તેની મંજૂરી આપી નહીં.

નવાઝ શરીફે મંગળવારે નવી દિલ્હીમાં મોદી સાથે મુલાકાત કરી હતી, આ દરમિયાન મોદીએ નવાઝ શરીફને પાકિસ્તાન આતંકવાદ માટે પોતાની જમીનનો ઉપયોગ કરવા ના દે અને હવે વ્યાપાર પર વિશેષ ધ્યાન આપવામાં આવે તેમ કહ્યું હતું.

મોદીના આ નિવેદનથી વિપક્ષી દળના સભ્યો સહિત ભારત વિરોધી અને સત્તારૂઢ પીએમએમલ-એન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર થવા લાગ્યા અને સદનની કાર્યવાહીન એજેન્ડાની કોપીઓને ફાડી નાંખવામાં આવી. વિપક્ષ નેતા મહમૂદુર રશીદે કહ્યું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છેકે વિધાનસભા અધ્યક્ષ પરોક્ષ રીતે મોદીનું સમર્થન કરી રહ્યાં છે.

English summary
The Punjab Assembly of Pakistan introduced a resolution on Wednesday to condemn Prime Minister Narendra Modi for accusing Pakistan of cross-border terrorism, reported Pakistani daily The Nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X