• search

અમેરિકાએ અરવિંદ કેજરીવાલને ગણાવ્યા ભારતના સૌથી ખતરનાક વ્યક્તિ!

By Kumar Dushyant

નવી દિલ્હી, 2 એપ્રિલ: આમ આદમી પાર્ટીના સંસ્થાપક અને 49 દિવસ સુધી દિલ્હીની સલ્તન પર મુખ્યમંત્રી તરીકે રાજ કરનાર અરવિંદ કેજરીવાલના કામકાજ પર ભલે સવાલ ઉઠાવવામાં આવતા હોય અને રાજકારણમાં તેમને સામાન્ય કહેવામાં આવતા હોય પરંતુ અમેરિકાના એક સમાચાર પત્ર વોશિંગ્ટન પોસ્ટે તેમને નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી કરતાં વધુ રોમાંચિત કરનાર ગણાવ્ય છે. વોશિંગ્ટન પોસ્ટે 'અરવિંદ કેજરીવાલ- ભારતના સૌથી ખતરનાક વ્યક્તિ' નામના શિર્ષકમાં આ સમાચાર લખ્યા હતા.

સમાચાર પત્રમાં લખવામાં આવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં ખૂબ ઓછા લોકોએ નેતાના પોશાક કુર્તો પાયજામાના બદલે પેન્ટ-શર્ટ પહેરનાર કેજરીવાલનું નામ સાંભળ્યું હતું. 49 દિવસો સુધી દિલ્હીની સરકાર ચલાવનાર 45 વર્ષીય કેજરીવાલ હવે સરકારી કામકાજથી મુક્ત થઇને લોકસભાની ચૂંટણીમાં ખુલીને મેદાનમાં પડ્યા છે. એ વાત અલગ છે કે રાજકીય જાણકારોનું એવું માનવું છે કે 543 સીટોમાંથી કેજરીવાલની આમ આદમી પાર્ટીને મુશ્કેલથી 10 સીટો પર જીત મળશે. પરંતુ નોંધનીય વાત એ છે કે કેજરીવાલ પહેલાં પણ રાજકારણમાં મોટા ફેરફાર કરી ચૂક્યાં છે.

વડાપ્રધાન મનમોહન સિંહના દસ વર્ષના કાર્યકાળમાં નીતિગત નિર્ણયોમાં ઢીલીનિતીના લીધે ભારતની આંતરરાષ્ટ્રીય છબિ પર એકદમ ખરાબ અસર પડી છે. એક તરફ આઇએમએફે 2014માં જીડીપીમાં 4.4 ટકાનો વધારો દર્શાવ્યો છે જ્યારે 2011માં તે ઐતિહાસિક 10 ટકા રહ્યો હતો. એવામાં શું દેશ એવા કરિશ્માઇ વ્યક્તિ માટે તૈયાર છે જે લોક લોભામણી નીતિઓ પર ચાલતો રહે અને વિદેશી રોકાણકારોને શોષક અને ઉદ્યોગપતિને ચોર ગણાવે છે.

જો કે કેજરીવાલ જૂના ચલણના એવા અડિયલ વ્યક્તિ છે જેમના વિચાર સંસદમાં નહી મ્યૂઝિયમમાં રાખવા લાયક છે. ક્યારે અણ્ણા હઝારેના સહયોગી રહ્યાં અને પોતાને હનુમાન ગણાવનાર કેજરીવાલ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પોતાની લડાઇને આઝાદીની બીજી જંગ કહે છે. કદાચ આ કારણે જ કેજરીવાલના લોકો આમ આદમી લખેલી ટોપી પહેરે છે.

કેજરીવાલની લખેલા પતળા પુસ્તકનું નામ સુરાજ છે, જે મહાત્મા ગાંધીના હિંદ સુરાજ સાથે મળતું આવે છે. 18 મહિના પહેલાં નિર્માણ બાદથી આમ આદમી પાર્ટીના એક કરોડ કાર્યકર્તા થઇ ચૂક્યા છે. 31 દેશોમાં કેજરીવાલના સંગઠન સાથે લોકો જોડાયેલા છે. કદાચ આથી જ કેજરીવાલ લોકોને રોમાંચિત કરી રહ્યાં છે.

કેજરીવાલ ભારતના સૌથી ખતરનાક વ્યક્તિ

કેજરીવાલ ભારતના સૌથી ખતરનાક વ્યક્તિ

અમેરિકાના એક સમાચાર પત્ર વોશિંગ્ટન પોસ્ટે તેમને નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી કરતાં વધુ રોમાંચિત કરનાર ગણાવ્ય છે. વોશિંગ્ટન પોસ્ટે 'અરવિંદ કેજરીવાલ- ભારતના સૌથી ખતરનાક વ્યક્તિ' નામના શિર્ષકમાં આ સમાચાર લખ્યા હતા.

પેન્ટ-શર્ટ પહેરનાર મુખ્યમંત્રી

પેન્ટ-શર્ટ પહેરનાર મુખ્યમંત્રી

સમાચાર પત્રમાં લખવામાં આવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં ખૂબ ઓછા લોકોએ નેતાના પોશાક કુર્તો પાયજામાના બદલે પેન્ટ-શર્ટ પહેરનાર કેજરીવાલનું નામ સાંભળ્યું હતું. 49 દિવસો સુધી દિલ્હીની સરકાર ચલાવનાર 45 વર્ષીય કેજરીવાલ હવે સરકારી કામકાજથી મુક્ત થઇને લોકસભાની ચૂંટણીમાં ખુલીને મેદાનમાં પડ્યા છે.

કેજરીવાલ અડિયલ વ્યક્તિ

કેજરીવાલ અડિયલ વ્યક્તિ

જો કે કેજરીવાલ જૂના ચલણના એવા અડિયલ વ્યક્તિ છે જેમના વિચાર સંસદમાં નહી મ્યૂઝિયમમાં રાખવા લાયક છે. ક્યારે અણ્ણા હઝારેના સહયોગી રહ્યાં અને પોતાને હનુમાન ગણાવનાર કેજરીવાલ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પોતાની લડાઇને આઝાદીની બીજી જંગ કહે છે. કદાચ આ કારણે જ કેજરીવાલના લોકો આમ આદમી લખેલી ટોપી પહેરે છે.

આપના 1 કરોડથી વધુ કાર્યકર્તા

આપના 1 કરોડથી વધુ કાર્યકર્તા

કેજરીવાલની લખેલા પતળા પુસ્તકનું નામ સુરાજ છે, જે મહાત્મા ગાંધીના હિંદ સુરાજ સાથે મળતું આવે છે. 18 મહિના પહેલાં નિર્માણ બાદથી આમ આદમી પાર્ટીના એક કરોડ કાર્યકર્તા થઇ ચૂક્યા છે. 31 દેશોમાં કેજરીવાલના સંગઠન સાથે લોકો જોડાયેલા છે. કદાચ આથી જ કેજરીવાલ લોકોને રોમાંચિત કરી રહ્યાં છે.

English summary
For many Indians, their country’s most exciting politician is neither the firebrand Hindu nationalist Narendra Modi nor the Nehru-Gandhi dynasty scion Rahul Gandhi, but Arvind Kejriwal, a mustachioed, bespectacled former tax inspector whom most people had barely heard of just three years ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more