For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસ્ટ્રાજેનેકાની વેક્સીન અમેરિકી ટ્રાયલમાં 74% પ્રભાવી, ભારત માટે પણ મહત્વના આ સમાચાર, જાણો કેમ?

એસ્ટ્રાજેનેકાની કોરોના વાયરસની વેક્સીન હવે ટૂંક સમયમાં અમેરિકામાં લોકોને લગાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ એસ્ટ્રાજેનેકાની કોરોના વાયરસની વેક્સીન હવે ટૂંક સમયમાં અમેરિકામાં લોકોને લગાવવામાં આવશે. બ્રિટિશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનેકાની કોવિડ-19 વેક્સીનને અમેરિકામાં જલ્દી મંજૂરી મળવાની આશા છે. કંપની પોતાની વેક્સીનની મંજૂરી માટે આ વર્ષે અપ્લાય કરશે. આ દરમિયાન એસ્ટ્રાજેનેકાએ બુધવારે (29 સપ્ટેમ્બર)ના રોજ અમેરિકામાં કરેલ પોતાની ટ્રાલયના પરિણામો ઘોષિત કર્યા છે. એસ્ટ્રાજેનેકા પીએલસીની કોવિડ-19 વેક્સીન બિમારીને રોકવામાં 74% પ્રભાવકારી(ઈફેક્ટીવ) છે. જ્યારે આ આંકડો 65 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાં વધીને 83.5% છે. વળી, માર્ચ 2021માં કંપનીએ અંતરિમ રિપોર્ટ જણાવ્યો હતો કે વેક્સીનની ઈફેક્ટિવિટી 79% છે.

vaccine

અમેરિકી ટ્રાયલમાં એસ્ટ્રાજેનેકાની વેક્સીનનુ 74% પ્રભાવી હોવુ ભારત માટે પણ એક સારા સમાચાર છે. આ રિપોર્ટ ભારત માટે પણ ઘણુ મહત્વપૂર્ણ છે કારણકે આપણે ત્યાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સીન કોવીશીલ્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં હાલમાં કોવીશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સીન અને સ્પૂતનિક કોરોના વેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ટ્રાયલના પરિણામો વિશે જાણો

- એસ્ટ્રાજેનેકાની વેક્સીનની ટ્રાયલ માટે સંયુક્ત રાજ્ય અમેરિકા, ચિલી અને પેરુમાં 26,000થી વધુ વૉલેંટિયરે ભાગ લીધો હતો. જેને લગભગ એક મહિનાના અંતરમાં વેક્સીનના બે ડોઝ આપવામાં આવ્યા હતા.
- આમાંથી 17600 લોકોમાં કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ નથી દેખાઈ. વેક્સીન લેનારામાંથી 17,600થી વધુ લોકોમાં કોઈ પણ ગંભીર બિમારી કે કોરોનાના કોઈ લક્ષણ દેખાયા નહિ.
- પ્લેસીબો પ્રાપ્ત કરનાર 8500 વૉલેંટિયરમાંથી 8 કેસ એવા હતા. પ્લેસીબો સમૂહમાં પણ બે મોત થયા પરંતુ રસી મેળવનારામાંથી કોઈ પણ નહોતુ.
- જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલયના એક વેક્સીન સંશોધનકર્તા અને અધ્યયનના તપાસકર્તાઓમાંના એક ડૉ. અન્ના ડર્બિને પરિણામ વિશે કહ્યુ, 'મને એ રિપોર્ટ જોઈને ખુશી થઈ છે. આ ગંભીર બિમારી અને હૉસ્પિટલમાં ભરતી થવા સામે ઘણી સુરક્ષા આપવાની છે.'

English summary
AstraZeneca coronavirus vaccine is 74% effective in large america trial
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X