For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસ્ટ્રેજેનેકાની કોરોના વેક્સીન પર અમુક દેશોએ લગાવી રોક તો WHOએ કહ્યુ, 'આવુ કરવાની કોઈ જરૂર નથી..'

વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનના ઉપયોગ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

જિનીવાઃ ડેનમાર્ક, નૉર્વે અને આઈસલેન્ડ, ઑસ્ટ્રિયા સહિત યુરોપના લગભગ 9 દેશોએ હાલમાં જ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનના ઉપયોગ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે. આ દેશોએ આવુ બ્લડ ક્લૉટિંગ અને મોતની ફરિયાદ આવ્યા બાદ કર્યુ છે. હવે આ સમગ્ર મામલે વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ પોતાની પ્રતિક્રિયા આપી છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ કે એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન પર રોક લગાવવાનુ કોઈ કારણ નથી અને ના તેની જરૂર હતી.

AstraZeneca

ડબ્લ્યુએચઓના પ્રવકતા માર્ગરેટ હેરિસે શુક્રવારે(12 માર્ચ) કહ્યુ કે, 'હા, આપણે એસ્ટ્રાજેનેકાની કોવિડ-19 વેક્સીનનો ઉપયોગ ચાલુ રાખવો જોઈએ. એવુ કોઈ કારણ નથી કે આનો ઉપયોગ ન કરી શકાય. એસ્ટ્રાજેનેકા એક સારી વેક્સીન છે.' જો કે ડબ્લ્યુએચઓએ એ પણ કહ્યુ છે કે એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન લેવાથી જે દેશોમાં બ્લડ ક્લૉટિંગ અને મોતની ફરિયાદો આવી છે અમે તેની સમીક્ષા કરી રહ્યા છે.

ડબ્લ્યુએચઓના પ્રવકતા માર્ગારેટ હેરિસે કહ્યુ કે, 'અમે મોતના ડેટાની સમીક્ષા કરી રહ્યા છીએ. પરંતુ વેક્સીનના કારણે મોતને આજની તારીખ સુધી સાબિત કરવામાં આવી નથી. અમને એવા કોઈ પુરાવા મળ્યા નથી જેનાથી અમે વેક્સીનને મોતનુ કારણ ગણાવીએ.'

QUAD SUMMIT: એશિયાઈ દેશો માટે એક અબજ ડોઝ બનાવશે ભારતQUAD SUMMIT: એશિયાઈ દેશો માટે એક અબજ ડોઝ બનાવશે ભારત

English summary
AstraZeneca vaccinations should continue, no reason to stop using astrazeneca covid-19 vaccine: WHO
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X