For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફગાનિસ્તાન: સેનાની ચોકીઓ પર હુમલો, 30 જવાનોની મૌત

અફગાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત બેઘીસમાં તાલિબાને સેનાની બે ચોકીઓ પર હુમલો કર્યો છે. જેમાં 30 જેટલા જવાનોની મૌત થયાની ખબર આવી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અફગાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત બેઘીસમાં તાલિબાને સેનાની બે ચોકીઓ પર હુમલો કર્યો છે. જેમાં 30 જેટલા જવાનોની મૌત થયાની ખબર આવી રહી છે. બેઘીસમાં તાલિબાનો ઘ્વારા આ ઘટનાને અંઝામ આપવામાં આવી છે. આ પહેલા ઈદના દિવસે જયારે તાલિબાન અને સેનાના જવાન એકબીજા સાથે મળી રહ્યા હતા, ત્યારે જ આતંકીઓ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો જેમાં 23 લોકોની મૌત થયી હતી.

afghanistan

તાલિબાને ઈદ જોતા ત્રણ દિવસ સુધી અફગાનિસ્તાનમાં સીઝફાયરનું એલાન કર્યું હતું. ઈદ પછી અફગાનિસ્તાનમાં તાલિબાનનો આ પહેલો હુમલો છે. અફગાનિસ્તાન સરકાર આશા કરી રહી હતી કે તાલિબાનો ઈદ પછી પણ સીઝફાયર ચાલુ રાખશે. પરંતુ એવું બન્યું નહીં અને તાલિબાન ઘ્વારા મંગળવારે અફગાનિસ્તાન ચોકીઓ પર હુમલો કરી દેવામાં આવ્યો.

અફગાનિસ્તાન ડિફેન્સ મિનિસ્ટ્રી અનુસાર સેનાના 13 જવાનોની મૌત થયી છે. પરંતુ બેઘીસ પ્રાંતના કાઉન્સિલ અબ્દુલ અઝીઝ બેક ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ હુમલામાં કુલ 30 જવાનો માર્યા ગયા છે.

અફગાનિસ્તાનમાં તાલિબાનનું સીઝફાયર એલાન ખુબ જ અભૂતપૂર્વ માનવામાં આવી રહ્યું હતું. પરંતુ જયારે ઈદના દિવસ પછી સેનાના જવાન અને તાલિબાનો એકબીજાને મળી રહ્યા હતા ત્યારે જ આતંકીઓ ઘ્વારા હુમલો કરી દેવામાં આવ્યો.

English summary
At least 30 soldiers kill Badghis province of Afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X