For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્ટ્રિયામાં ભારે હિમવર્ષા અને હિમસ્ખલનથી 8 લોકોના મોત

ઑસ્ટ્રિયામાં ચાલી રહેલ ભારે હિમવર્ષા અને હિમસ્ખલનના કારણે છેલ્લા એક સપ્તાહમાં 8 લોકોના મોત થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

ઑસ્ટ્રિયામાં ભારે હિમસ્ખલનના કારણે 8 લોકોના માર્યા ગયાના સમાચાર છે. એનાડોલુ એજન્સીના જણાવ્યા મુજબ આ સપ્તાહે પશ્ચિમ ઑસ્ટ્રિયામાં આવેલા હિમસ્ખલનના લીધે 8 લોકોના જીવ ગયા છે. વિએના સ્થિત સ્કી રિસૉર્ટમાં રજાઓના કારણે મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો આવ્યા હતા. ખૂબ ઝડપી પવનો અને હિમવર્ષાના કારણે હિમસ્ખલનનુ જોખમ ઘણુ વધી ગયુ હતુ. અગાઉ ડિસેમ્બરમાં પણ ઑસ્ટ્રિયા પ્રશાસન તરફથી કહેવામાં આવ્યુ હતુ કે ક્રિસમસ ડે પર આવેલા હિમસ્ખલમાં બે લોકો ગુમ થઈ ગયા હતા જેમના શબ બાદમાં મળી આવ્યા છે.

austria

વાસ્તવમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે આ લોકો સ્કીઈંગ કરી રહ્યા હતા. આ લોકો જીર્સ અને લેન્ચ એમ આર્લબર્ગના ટ્રીટકોપ પર્વતમાં સ્કીઇંગ કરી રહ્યા હતા. પરંતુ ત્યારથી આ લોકો લાપતા હતા. રાહત અને બચાવ ટીમ 10 લોકોને શોધી રહી હતી. માહિતી મળ્યા બાદ આ લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

લગભગ 200 લોકોની ટીમે આ સર્ચ ઑપરેશન શરૂ કર્યુ. આ સર્ચ ઑપરેશનમાં 7 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા, હિમપ્રપાત કૂતરાઓ પણ તેમાં તૈનાત કરવામાં આવ્યા. જે બાદ ચાર ઘાયલ લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે અન્ય છ લોકો ટેકરીના તળિયે મળી આવ્યા હતા, આ માણસો કોઈક રીતે પોતાની મેળે નીચે જવામાં સફળ થયા હતા.

English summary
Austria: 8 people died of Heavy snowfall and avalanches this week
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X