For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા કેસમાં SCના ઐતિહાસિક ચુકાદા પર શું બોલ્યુ પાકિસ્તાન, જાણો

સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીની પ્રતિક્રિયા આવી છે. તેમણે અયોધ્યા કેસમાં ચુકાદાની ટાઈમિંગ પર સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોર્ટે પોતાના ચુકાદામાં અયોધ્યાની વિવાદિત જમીન રામજન્મભૂમિ ન્યાસને આપવાનો ચુકાદો આપ્યો છે. વળી, મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ અલગ જગ્યાએ જમીન આપવા માટે કહેવામાં આવ્યુ છે. આ કેસમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદા પર દેશભરની નજર ટકેલી હતી. વળી, પડોશી દેશ પાકિસ્તાનની પણ નજરો અયોધ્યા ચુકાદા પર હતી. હાલમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીની પ્રતિક્રિયા આવી છે. તેમણે અયોધ્યા કેસમાં ચુકાદાની ટાઈમિંગ પર સવાલ ઉઠાવ્યા છે. એટલુ જ નહિ તેમણે કહ્યુ કે આ ચુકાદાથી મુસ્લિમ સમુદાય પર દબાણ વધશે.

શું અયોધ્યા કેસમાં ચુકાદાની થોડા દિવસ રાહ ના જોઈ શકાત?

શું અયોધ્યા કેસમાં ચુકાદાની થોડા દિવસ રાહ ના જોઈ શકાત?

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ શનિવારે અયોધ્યા કેસમાં ચુકાદાની ટાઈમિંગ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ કે જે દિવસે કરતારપુર કૉરિડોરનુ ઉદઘાટન થઈ રહ્યુ છે તે સમયે અયોધ્યા કેસમાં ચુકાદો સંભળાવવાથી લોકોનુ ધ્યાન વહેંચાઈ ગયુ. ડૉન ન્યૂઝ ટીવી સાથે વાતચીતમાં તેમણે કહ્યુ કે, ‘કરતારપુર કૉરિડૉરના ઉદઘાટન જેવા ખુશીના પ્રસંગે આ રીતનો ચુકાદો અસંવેદનશીલતા દર્શાવે છે અને અમે આનાથી બહુ દુઃખી છીએ. શું અયોધ્યા કેસમાં ચુકાદા માટે થોડા દિવસી રાહ નહોતા જોઈ શકતા?'

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ટાઈમિંગ પર ઉઠાવ્યા સવાલ

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ટાઈમિંગ પર ઉઠાવ્યા સવાલ

જિયો ન્યૂઝ સાથે વાત કરતા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યુ, મુસ્લિમ સમાજ પહેલેથી જ ભારતમાં દબાણમાં છે અને હવે ભારતની સુપ્રીમ કોર્ટનો ચુકાદો તેમના પર દબાણ વધારવાનો છે. જો કે તેમણે એ પણ કહ્યુ કે પાકિસ્તાન સરકાર અત્યારે અયોધ્યા કેસમાં આવેલા ચુકાદાને વિસ્તૃત રીતે વાંચ્યા બાદ જ પોતાની પ્રતિક્રિયા આપશે. પરંતુ શાહ મહેમૂદ કુરેશીએ એ જરૂર કહ્યુ, કરતારપુર કૉરિડૉર ખુલવાના ખુશીના મોકા પર તેમણે ભાગીદાર બનવુ જોઈતુ હતુ. દુનિયાનુ ધ્યાન અહીંથી હટાવવાની કોશિશ નહોતી કરવી જોઈતી. અયોધ્યા વિવાદ એકસંવેદનશીલ મુદ્દો છે અને કરતારપુર કૉરિડોર ખુલવાના આ ખુશીના દિવસમાં આને હિસ્સો નહોતો બનવા દેવાનો.

આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદા પર બોલ્યા કુમાર વિશ્વાસ: મારા રામ, કંઈ નથી બોલી શકતો...આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદા પર બોલ્યા કુમાર વિશ્વાસ: મારા રામ, કંઈ નથી બોલી શકતો...

મુસ્લિમ સમુદાય પર વધશે વધુ દબાણ

મુસ્લિમ સમુદાય પર વધશે વધુ દબાણ

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે પંજાબના ગુરદાસપુરમાં કરતારપુર કૉરિડોરનુ ઉદઘાટન કર્યુ. તેણે ડેરા બાબા નાનક સ્થિત કૉરિડોરના ચેકપોસ્ટથી 550 શ્રદ્ધાળુઓનુ પહેલુ જૂથ રવાના કર્યુ. આ દરમિયાન પીએમ મોદી પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ અને બીજા નેતાઓ સાથે લંગરમાં ભોજન કર્યુ. પીએમ મોદીએ ટ્વીટમાં કહ્યુ કે ગુરુ નાનકદેવજીના 550માં પ્રકાશ ઉત્સવ પહેલા ઈન્ટીગ્રેટેડ ચેકપોસ્ટ, કરતારપુર સાહિબ કૉરિડોરનુ ખુલવુ, આપણા બધા માટે બમણી ખુશી લઈને આવ્યુ છે. આ કૉરિડોર બન્યા બાદ હવે ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન સરળ બની જશે.

English summary
Ayodhya Verdict: Pakistan Shah Mehmood Qureshi questioned timing verdict, will put pressure on Muslims
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X