For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાએ આપી ઇરાકમાં હવાઇ હુમલાને મંજૂરી

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 8 ઓગષ્ટ: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઇરાકમાં આઇએસઆઇએસની વિરુદ્ધ હવાઇ હુમલાને પરવાનગી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ અનુસાર આઇએસઆઇએસ ઉગ્રવાદીઓ કુર્દિશ પ્રાંતની રાજધાની ઇરબિલ શહેર તરફ ડગ માંડે છે તો કાર્યવાહી થશે. ઇરબિલમાં અમેરિકાનું વાણિજ્ય દૂતાવાસ અને સૈન્ય સલાહકારોના કાર્યાલય છે.

ઓબામાએ જણાવ્યું કે તેમણે માનવીય સંકટની વચ્ચે ઇરાકમાં આવશ્યકતા પડવા પર ઇસ્લામિક આતંકવાદીઓની વિરુદ્ધ હવાઇ હુમલાને સ્વીકૃતી આપી દીધી છે. રાષ્ટ્રપતિએ આ જાહેરાત પણ કરી કે ઇરાક સરકારની અપીલ પર અમેરિકાએ ગુરુવારે ઉત્તરી ઇરાકના પહાડી વિસ્તારમાં વિમાન દ્વારા ભોજન અને પાણીની સહાયતા પહોંચાડવામાં આવી છે. આ વિસ્તારોમાં ઇસ્લામિક આતંકવાદીઓએ લઘુમતી સમુદાયોને બંધક બનાવી લીધા છે.

barack obama
અમેરિકન દખલગીરીને સંપૂર્ણ રીતે યોગ્ય ગણાવતા ઓબામાએ જણાવ્યું કે આઇએસઆઇએસે લઘુમતી સમુદાય યાજીદિયોને સંપૂર્ણરીતે ખલાસ કરવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઇએસઆઇએસના લડાકાઓએ ગુરુવારે ઇસાઇ બહુલ શહેર કારાકુષ પર કબ્જો કરી લીધો, જ્યાંથી હજારો લોકો જીવ બચાવીને ભાગ્યા છે. ઇરાકના કુર્દિશ પ્રાંતમાં ઇસ્લામિક સ્ટેટની હિમાયત કરનારા આતંકવાદી ભારે બઢત બનાવી ચૂક્યા છે.

ટેલિવિઝન પર જારી 9 મિનિટના પોતાના ભાષણમાં ઓબામાએ પોતાના આ નિર્ણયના કારણો અંગે જણાવ્યું અને કહ્યું કે જમીન પર અમેરિકન સેના નહીં ઉતરે. તેમણે જણાવ્યું કે અમેરિકનો અને હજારો નિર્દોષ નાગરિકોના જીવન ખતરામાં હોય તો અમેરિકા કાર્યવાહી કરશે. રિપોર્ટ અનુસાર, આઇએસઆઇએસના આતંકથી પલાયન કરનારા હજારો યાજીદિયોના પરિવાર પહાડ પર ભોજન-પાણી વગર ફસાયેલા છે.

અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે પહાડ પર સંભાવિત નરસંહાર રોકવા માટે અમે જવાબદેહી અને સાવધાની સાથે કાર્યવાહી કરી શકીએ છીએ. તેની સાથે જ ઓબામાએ જણાવ્યું કે અમેરિકા કોઇ પણ હાલમાં વધુ એક યુદ્ધમાં જવા નહી ઇચ્છે, પરંતુ અમે આંખો બંદ કરીને પણ બેસી રહીશું નહીં.

English summary
US President Barack Obama said on Thursday that he has authorized targeted airstrikes and airdrops of aid in Iraq amid a humanitarian crisis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X