For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે બરાક ઓબામા

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 9 સપ્ટેમ્બર: ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની મુલાકાત 29 અને 30 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં થવાની છે. આ મુલાકાતમાં બંને દેશોના નેતા આર્થિક વિકાસની સાથે જ વિભિન્ન વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરશે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોશ અર્નેસ્ટે મંગળવારે જણાવ્યું કે રાષ્ટ્રપતિ બરાક ઓબામા 29-30 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે આતુર છે. તેમણે જણાવ્યું કે ઓબામા બંને દેશોના નાગરિકો અને દુનિયાના ફાયદા માટે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના વચનોને પૂર્ણ કરવાના ઉદ્દેશ્યથી મોદીની સાથે કામ કરવા માટે આશાવાન છે. વડાપ્રધાન બન્યા બાદ મોદીનો આ પહેલો અમેરિકા પ્રવાસ છે.

અર્નેસ્ટે જણાવ્યું કે બંને નેતા અમેરીકા-ભારત વ્યૂહાત્મ ભાગીદારીને વિસ્તારવા અને તેને પ્રગાઢ બનાવવાના ક્રમમાં પરસ્પર હિતોના વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરીશું. તેમણે જણાવ્યું કે તેઓ આર્થિક વિકાસને ગતિ આપવા સુરક્ષા સહયોગને વધારવા તથા બંને દેશો અને દુનિયાના દીર્ઘકાલીન ફાયદાઓ સાથે જોડાયેલ ગતિવિધિયોમાં સહયોગના ઉપાયો પર ચર્ચા કરીશું.

વ્હાઇટ હાઉસના આ અધિકારીએ જણાવ્યું કે તેઓ અફગાનિસ્તાન, સીરિયા અને ઇરાકમાં હાલના ઘટનાક્રમો સહિત ક્ષેત્રીય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરશે, જ્યાં ભારત અને અમેરિકા સકારાત્મક પરિણામોની દિશામાં ભાગીદારોની સાથે મળીને કામ કરી શકે છે.

શા માટે ઓબામા મોદીની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, વાંચો સ્લાઇડરમાં...

દેશ વિદેશમાં મોદીની વધેલી શાખ

દેશ વિદેશમાં મોદીની વધેલી શાખ

દેશ વિદેશમાં મોદીની વધેલી શાખથી બરાક ઓબામા પ્રભાવિત થયા છે. જેના કારણે એવું બની શકે છે તેઓ પણ તેમની સાથે વધુ ગાઢ મિત્રતા ઇચ્છતા હોય.

ઓબામા મોદીને લોકસભાની ચૂંટણી પ્રચારથી જ સાંભળી રહ્યા છે

ઓબામા મોદીને લોકસભાની ચૂંટણી પ્રચારથી જ સાંભળી રહ્યા છે

કહેવાય છે બરાક ઓબામા મોદીને લોકસભાની ચૂંટણી પ્રચારથી જ સાંભળી રહ્યા છે, અને ભારતમાં તેમની જોરદાર લોકપ્રિયતાના પરિણામે અને લોકોએ તેમને આપેલા જંગી બહુમતના કારણે ઓબામા તેમનાથી ખૂબ જ પ્રભાવિત છે. અથવા તો ઓબામાએ હવે સામે ચાલીને હાથ લંબાવવો પડી રહ્યો છે.

મોદીની વિદેશ યાત્રાથી પ્રભાવિત

મોદીની વિદેશ યાત્રાથી પ્રભાવિત

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ભૂતાન, નેપાળ અને જાપાન જેવા દેશોની યાત્રા કરી છે. અને આ ત્રણેય દેશોમાં મોદીની યાત્રા ખૂબ જ સફળ રહી છે. આ ઉપરાંત અમેરિકામાં પણ મોદી ચાહકોની ઊણપ નથી એ ઓબામાને સારી પેઠે ખબર છે.

નરેન્દ્ર મોદી હવે ભારતના વડાપ્રધાન છે

નરેન્દ્ર મોદી હવે ભારતના વડાપ્રધાન છે

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમેરિકન સરકારે મોદીને અમેરિકાના વિઝા આપવાનો ઇનકાર કરી દીધો હતો. બની શકે છે કે હવે મોદી દેશના વડાપ્રધાન હોવાથી તેમને આ ઔપચારિકતા કરવી પડી રહી હશે.

ઓબામાને પણ સમજાઇ ગયું છે કે

ઓબામાને પણ સમજાઇ ગયું છે કે

''મોદી એક દમદાર વડાપ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યા છે, અને જૂની વાતોને ભૂલી જઇને એક નવો સંબંધ સ્થાપિત કરવાથી બંને દેશોના વિકાસમાં ખૂબ જ ફાયદો થશે'' -કદાચ ઓબામાં એવું પણ વિચારતા હશે.

English summary
American president Barack Obama eagerly waiting for PM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X