For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બરાક ઓબામા ગ્વાન્ટેનામો જેલ બંધ કરવા માંગે છે

|
Google Oneindia Gujarati News

close-guantanamo
વૉશિંગ્ટન, 1 મે : ગ્વાન્ટેનામો જેલમાં કૈદ કૈદીઓ પોતાની પરિસ્થિતિઓ અને લાંબા સમયથી તેમને બંધક બનાવી રાખવાનો વિરોધ કરી રહ્યા છે. જેલના 166 કેદીઓમાંથી વર્તમાનમાં 100 કેદીઓ ભૂખ હડતાલ પર છે. જેમાંથી 21ને પાઇપ મારફતે બળજબરીથી ભોજન આપવામાં આવી રહ્યું છે. જેથી તેમને જીવતા રાખી શકાય.

આ સમગ્ર યાતનાકારી વ્યવહાર અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું કહેવું છે કે તેઓ આ કૈદીઓ મૃત્યુ પામે તેમ ઇચ્છતા નથી. ગ્વાન્તેનામો જેલને બંધ કરવાની તરફેણ કરતા બરાક ઓબામાએ જણાવ્યું કે "અમે જે ચાલી રહ્યું છે તેની વિરુદ્ધ, તથા અમેરિકન હિતો માટે નુકસાન કારી છે તે બંધ કરીશું."

વ્હાઇટ હાઉસમાં બરાક ઓબામાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે "અમે કોંગ્રેસ સાથે મળીને જેલને બંધ કરવા માંગીએ છીએ. ગ્વાન્તેનામોમાં વર્ષ 2002થી જ આતંકવાદ વિરુદ્ધ અમેરિકાના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી લડાઇ બાદ અનેક શંકાસ્પદ આતંકવાદીઓ અને દુશ્મન યોદ્ધાઓ આ જેલમાં બંધ છે."

ગ્વાન્તેનામો જેલને અપ્રભાવી ગણાવતા ઓબામાએ જણાવ્યું કે "તે અમારા આંતરરાષ્ટ્રીય વલણની વિરુદ્ધ છે. આ સાથે આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં અમારા સહયોગીઓ વચ્ચેનો સહયોગ ઘટાડે છે. તેને બંદ કરવાની જરૂર છે. ગ્વાન્તેનામો જેલમાં બંધ શંકાસ્પદ આતંકવાદીઓ સામે નાગરિક અદાલતોમાં કેસ ચલાવવા જોઇએ."

ઉલ્લેખનીય છે કે ગ્વાન્તેનામો જેલમાં વધારે કેદીઓ હડતાલ પર જતાઅમેરિકન નૌસેનાએ સપ્તાહના અંતે 40 નર્સ તથા અન્ય ચિકિત્સકોને ત્યાં મોકલી આપ્યા છે. કૈદીઓની ખરાબ સ્થિતિ અંગે કરવામાં આવી રહેલી અનિશ્ચિતકાલીન હડતાલ 12 સપ્તાહ પહેલા શરૂ કરવામાં આવી છે.

English summary
Barak Obama wants to close Guantanamo jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X