For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિન્સેસ ડાયેનાના ઈન્ટરવ્યુ માટે બીબીસીએ કરી હતી ચીટિંગ, 26 વર્ષ પછી માંગી માફી, ભર્યો દંડ

બ્રિટનના જાણીતા અને દિવંગત રાજકુમારી ડાયેનાનો ઈન્ટરવ્યુ લેવા માટે બીબીસીએ ચીટિંગ કર્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

લંડનઃ બ્રિટનના જાણીતા અને દિવંગત રાજકુમારી ડાયેનાનો ઈન્ટરવ્યુ લેવા માટે બીબીસીએ ચીટિંગ કર્યુ હતુ અને હવે 26 વર્ષ પછી બીબીસીએ પોતાના કર્મો માટે માફી માંગી છે અને બીબીસીએ રાજકુમારી ડાયેનાના અંગત સચિવને દંડ ભરવાનો દાવો પણ કર્યો છે.

ઈન્ટરવ્યુ માટે બીબીસીનુ છળકપટ

ઈન્ટરવ્યુ માટે બીબીસીનુ છળકપટ

બીબીસીએ ગુરુવારે એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે તેણે પ્રિન્સેસ ડાયેનાના ઈન્ટરવ્યુ માટે માફી માંગી છે અને રાજકુમારી ડાયેનાના અંગત સચિવને પૂરતી રકમની ચૂકવણી કરી છે. બીબીસીએ કહ્યુ છે કે રાજકુમારી ડાયેનાનો વિસ્ફોટક ઈન્ટરવ્યુ મેળવવ માટે તેમણે છળ કર્યુ હતુ. બીબીસી તરફથી જે નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે તેમાં કહેવામાં આવ્યુ છે કે બીબીસીએ સ્વીકાર કર્યો છે કે બીબીસી પત્રકાર માર્ટિન બશીરે વર્ષ 1995માં છળ દ્વારા પ્રિન્સેસ ડાયેનાનો ઈન્ટરવ્યુ લીધો હતો અને આ છળના કારણે પ્રિન્સેસ ડાયેનાના અંગત સચિવ પેટ્રિક જેફસનને ગંભીર નુકસાન વેઠવુ પડ્યુ હતુ.

બીબીસીએ બિનશરતી માફી માંગી

બીબીસીએ બિનશરતી માફી માંગી

બીબીસીએ માફીનામા સાથે એક નિવેદન જાહેર કર્યુ છે જેમાં બીબીસી તરફથી કહેવામાં આવ્યુ છે કે, 'બીબીસી કમાંડર જેફસને થયેલા નુકશાન માટે કોઈ બિનશરતી માફી માંગે છે અને તેની કાનૂની કિંમત ચૂકવી છે. બીબીસીએ કમાંડર જેફસનને દંડ રૂપે એક મોટી રકમની ચૂકવણી પણ કરી છે જેને તેણે એક ચેરિટીને દાન કરવા માટે કહ્યુ છે.' તમને જણાવી દઈએ કે આ ઈન્ટરવ્યુ બીબીસીના પત્રકાર માર્ટીન બશીરે વર્ષ 1995માં છળકપટથી લીધો હતો અને કહેવાય છે કે એ ઈન્ટરવ્યુ બાદ પ્રિન્સેસ ડાયેનાની જિંદગીમાં તોફાન મચી ગયુ હતુ. એ ઈન્ટરવ્યુ બ્રિટનમાં 2 કરોડ 30 લાખ લોકોએ જોયો હતો જેમાં પ્રિન્સેસ ડાયેનાએ પોતાના લગ્ન અને પ્રિન્સ ચાર્લ્સ સાથે પોતાના સંબંધો તૂટવા પર ચર્ચા કરી હતી.

ભીષણ દૂર્ઘટનામાં થયુ હતુ મોત

ભીષણ દૂર્ઘટનામાં થયુ હતુ મોત

તમને જણાવી દઈએ કે કહેવાય છે કે પ્રિન્સેસ ડાયેના પોતાના પતિ પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાના અફેરથી ઘણી ડિપ્રેશનમાં જતી રહી હતી અને પછી એક દિવસ તે પરેશાન થઈને પૂરઝડપે કાર ચલાવી રહી હતી અને પછી તેની કારનો અકસ્માત થઈ ગયો હતો જેમાં પ્રિન્સેસ ડાયેનાનુ મોત થઈ ગયુ હતુ. આ દૂર્ઘટના માટે ઘણા લોકો પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાને દોષી ગણાવે છે. પ્રિન્સેસ ડાયેનાના મોતના ઘણા મહિલાઓ પછી સુધી પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પોતાના સંબંધને ઘણો લો પ્રોફાઈલ રાખ્યો. વળી, મેજેસ્ટી પત્રિકાના સંપાદક, શાહી વિશેષજ્ઞ ઈંગ્રિડ સીવાર્ડે એક વાર કહ્યુ હતુ કે, 'કેમિલા દુષ્ટ ચુડેલ અને લગ્નને બરબાદ કરનારી મહિલા છે. જેનાથી આખી દુનિયા નફરત કરે છે.' વળી આ વર્ષે બ્રિટનના મહારાણીએ કેમિલાને બ્રિટનની આગલી મહારાણી નિયુક્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

કોણ હતી પ્રિન્સેસ ડાયેના?

કોણ હતી પ્રિન્સેસ ડાયેના?

તમને જણાવી દઈએ કે પ્રિન્સેસ ડાયેના પ્રિન્સ ચાર્લ્સની પહેલી પત્ની હતી જે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના દીકરા છે. પ્રિન્સેસ ડાયેના વેલ્સની રાજકુમારી પણ હતી અને તેનો જન્મ બ્રિટનના એક શાહી પરિવારમાં થયો હતો. તેનો અભ્યાસ ઈંગ્લેન્ડ અને સ્વિત્ઝરલેન્ડમાં થયો હતો અને તેના લગ્ન 29 જુલાઈ, 1981ના રોજ પ્રિન્સ ચાર્લ્સ સાથે થયા હતા. આ લગ્નને ટીવી પર લાઈવ બતાવવામાં આવ્યા હતા. પરંતુ પ્રિન્સેસ ડાયેનાનુ લગ્નજીવન ઘણુ ઉથલપાથલભર્યુ હતુ અને પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાના સંબંધોના કારણે તે ઘણી ડિપ્રેશનમાં જતી રહી હતી. પોતાના મોતના એક વર્ષ પહેલા વર્ષ 1996માં તેણે પ્રિન્સ ચાર્લ્સ સાથે ડિવૉર્સ લઈ લીધા હતા.

English summary
BBC has admitted that it 'deceitfully' obtained an interview with Princess Diana 26 years ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X