For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

H-1B વિઝા પર બેન લંબાશે! જો બાઈડેન પ્રશાસને નથી લીધો નિર્ણય, લાખો ભારતીય છાત્રો થશે પ્રભાવિત

H-1B વિઝા બેન વિશે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના પ્રશાસને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ H-1B વિઝા બેન વિશે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના પ્રશાસને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. 31 માર્ચ સુધી એચ-1બી વિઝા બેન અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગાવ્યો હતો પરંતુ જો બાઈડેને વિઝા બેનને હટાવવા પર હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. એવામાં સવાલ એ છે કે શું એચ-1બી વિઝા પર બેન 31 માર્ચ બાદ પણ ચાલુ રહેવાનો છે?

h1b

H-1B વિઝા પર ચાલુ રહેશે બેન?

જો બાઈડેન પ્રશાસને સોમવારે એચ-1બી વિઝા બન પર હજુ સુધી કોઈ નિર્ણય નહિ કરવા અંગે ઈશારો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે 31 માર્ચ 2021 સુધી માટે એચ-1બી વિઝા પર બેન લગાવ્યો હતો પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું જો બાઈડેન 31 માર્ચ બાદ એચ-1બી વિઝાથી બેન હટાવી લેશે કે પછી બેન ચાલુ રહેશે. આ વિશે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનએ એચ-1બી વિઝાનો સમય માર્ચ સુધી વધારીને કહ્યુ હતુ કે અમેરિકી નાગરિકો માટે રોજગાર આપવા તેમની પહેલી પ્રાથમિકતા છે.

એચ-1બી પર એપ્લીકેશન પ્રોસેસ ચાલુ

એક તરફ જો બાઈડેન પ્રશાસને એચ-1બી વિઝા પર બેન હટાવવા અંગે કોઈ નિર્ણય કર્યો નથી જ્યારે બીજી તરફ યુએસ સિટિઝનશીપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસે એચ-1બી વિઝા પર નવા એપ્લીકેશન ફૉર્મ પર કામ ચાલુ છે. ગયા મહિને ડિપાર્ટમેન્ટે જણાવ્યુ હતુ કે તેને 65000 એચ-1બી વિઝા વિદેશીઓને આપવા છે પરંતુ તેને ઘણા ફૉર્મ મળ્યા છે. વળી, 20 હજાર એચ1-બી વિઝા એ લોકોને આપવાના છે જેમણે અમેરિકામાં રહીને હાયર એજ્યુકેશનની અભ્યાસ કર્યો છે અને હવે ડિપાર્ટમેન્ટ આ ફૉર્મની છટણી કરવામાં લાગ્યુ છે.

કેટલા લોકોને મળે છે એચ-1બી વિઝા

તમને જણાવી દઈએ કે યુએસસીઆઈસી દર વર્ષે 65 હજાર સુધી એચ-1બી વિઝા આપે છે. આ સાથે 20 હજાર એચ-1બી વિઝા એ વિદેશી છાત્રોને પણ આપવામાં આવે છે જેમણે અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાંથી સાયન્સ, ટેકનોલૉજી, એન્જિનિયરીંગ કે પછી મેથ્સનો અભ્યાસ કર્યો હોય. યુએસસીએ એચ-1બી માટે નોટિસ જારી કરીને કહ્યુ હતુ કે તેમની પહેલી પ્રાથમિકતા અમેરિકન્સની આર્થિક સ્થિતિ અને તેમના રોજગારનુ ધ્યાન રાખવાનુ છે. આ સાથે જ એચ-1બી વિઝા ફાળવણીમાં અમે એ ધ્યાન રાખીશુ કે એ લોકોની સિલેક્શન થાય જે વધુ ક્વૉલિફાઈડ હોય.

કોરોના વેક્સીનેશન રાઉન્ડ-2ના પહેલા દિવસે 29 લાખ રજિસ્ટ્રેશનકોરોના વેક્સીનેશન રાઉન્ડ-2ના પહેલા દિવસે 29 લાખ રજિસ્ટ્રેશન

English summary
Biden administration have not yet decided on the H-1B visa ban.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X