For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસની વેક્સીનને લઈ સૌથી મોટા સમાચાર, 8 લોકોમાં ટ્રાયલ સફળ

કોરોના વાયરસની વેક્સીનને લઈ સૌથી મોટા સમાચાર, 8 લોકોમાં ટ્રાયલ સફળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સતત તમામ ટેસ્ટિંગ અને શોધ કરવામાં આવી રહી છે જેથી તેની વેક્સીન બનાવી કાય. આ મામલે હવે અમેરિાની મોટી સફળતા મળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અમેરિકાની બાયોટેક્નોલોજી કંપની મૉડર્નાએ કોવિડ-19ની રસીનું કેટલાક લોકો પર ટેસ્ટિંગ કર્યું છે, જેમાં લોકોમાં પ્રોટેક્ટિવ એન્ટીબૉડીનુ નિર્માણ થયું હોવાનું તારણ સામે આવ્યું છે. આ આંકડા 8 લોકોના પરિણામ પર આધારિત છે. મહત્વની વાત એ છે કે માર્ચ મહિનામાં 45 લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 8 લોકોમાં એન્ટીબૉડીનું નિર્માણ થયું છે.

સારા સંકેત

સારા સંકેત

જણાવી દઈએ કે કોવિડ 19ને અટકાવવા માટે કેટલીય વેક્સીન તૈયાર થઈ ચૂકી છે, કુલ 100 શોધમાંથી એક મૉડર્ના પણ છે, જેણે સારા સંકેત આપવા શરૂ કરી દીધા છે. આ વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું સ્ટડીમાં સામે આવ્યું છે, જે લોકો પર ટેસ્ટ કરવામાં આવ્યો તેમનામાં કોરોના વાયરસથી લડવા માટે એન્ટીબૉડીનું નિર્માણ થયું છે. જૉન હોપકિંસ સેન્ટર ફૉર હેલ્થ સિક્યોરિટીમાં ઈન્ફેક્સિયસ ડિજીજના એક્સપર્ટ ડૉ અમેશ અદલ્જાએ જણાવ્યું કે ઘણા મહત્વપૂર્ણ પરિણામ છે, પરંતુ આ ક્લીનિકલ ટ્રાયલના પહેલા તબક્કાના પરિણામ છે, જેમા માત્ર 8 લોકો જ સામેલ છે.

8 લોકો પર સફળ પરીક્ષણ

8 લોકો પર સફળ પરીક્ષણ

પહેલા જે 8 લોકો પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું તે લોકોને આ દવાના બે ડોઝ આપવામાં આવ્યા. પરંતુ હવે તેના સેમ્પલ સાઈઝને પહેલા 100 પછી 1000 અને પછી ધીરે ધીરે મોટા સ્તરે ટેસ્ટ કરવામાં આવશે, જેના દ્વારા આ રસીનો દુનિયાભરમાં ઉપયોગ કરી શકાય તેમ છે કે નહિ તે જાણકારી હાંસલ કરવામાં આવશે. મૉડર્નાના આ સફળ પરીક્ષણ બાદ તેના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. શેર બજારમાં કંપનીના શેરમાં 25 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

સૌથી વધુ મોત

સૌથી વધુ મોત

જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે અમેરિકામાં સૌથી વધુ મોત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં દરરોજ કૂદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં અમેરિકામાં 759 લોકોના મોત થયા છે. આની સાથે જ અમેરિકામાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 91737 થઈ ગઈ છે, જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 15 લાખને પાર કરી ગઈ છે.

કોરોના સામેની જંગમાં દુનિયાના આ 11 લોકોએ સૌથી વધુ દાન કર્યુંકોરોના સામેની જંગમાં દુનિયાના આ 11 લોકોએ સૌથી વધુ દાન કર્યું

English summary
big success covid 19 vaccine test give positive result in human trial
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X