For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે બિકીનીમાં નહીં જોવા મળે વિશ્વ સુંદરીઓ..!

|
Google Oneindia Gujarati News

લંડન, 7 જૂન : મિસ વર્લ્ડ પ્રતિયોગિતાની રાહ જોનારાઓને આ સમાચાર સાંભળીને નિરશા થઇ શકે છે. સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયામાં યોજાનાર મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં લોકોને થોડી નિરાશા થશે. દુનિયાની સૌથી સુંદર મહિલાની પસંદગી કરવાની પ્રતિયોગીતામાં દુનિયાભરની મહિલાઓ પોતાની સુંદરતાનો જલવો પાથરશે પરંતુ તેમની વચ્ચે બિકની રાઉન્ડ નહીં થાય. મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં ભાગ લેનાર સુંદરીઓ હવે બિકીની નહીં પહેરે.

આ નિર્ણય દુનિયાના સર્વાધિક મુસ્લિમ વસ્તીવાળા દેશ ઇન્ડોનેશિયામાં આયોજિત આ પ્રતિયોગિતાના આયોજકોએ કર્યો છે. પ્રતિયોગિતાના આયોજકોએ કટ્ટરપંથિયોના વિરોધથી બચવા માટે આ નિર્ણય કર્યો છે, જોકે પ્રતિયોગિતાના આયોજકોએ એ માનવાનો ઇનકાર કરી દીધો છે.

bikini
મિસ વર્લ્ડ પ્રતિયોગિતાના આયોજકોનું કહેવું છે કે આ સુંદર પ્રતિયોગિતામાં કૂલ 137 સુંદરીયો ભાગ લેવાની છે. દરેક પ્રતિસ્પર્ધિ બિકિની રાઉન્ડમાં બિકીનીના બદલે એક પીસવાળી સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરીને રેમ્પ પર આવશે.

મિસ વર્લ્ડ સંગઠનની મહિલા અધ્યક્ષ જૂલિયા મોર્લેએ જણાવ્યું કે બિકીની રાઉન્ડને હટાવવાનો નિર્ણય સ્થાનીય લોકોની ફરિયાદના પગલે કરવામાં આવ્યો છે. મુસ્લિમ ચરમપંથીઓએ જાહેરાત કરી છે કે આ અનૈતિક પ્રતિયોગિતાને દેશમાં આયોજિત નહી થવા દેવામાં આવે. તેમણે આરોપ લગાવ્યો કે આ મહિલાનું શરીર વેચવાનો શો છે, અમે તેના વિરોધમાં પ્રદર્શન કરીશું.

English summary
Miss World has axed the famed bikinis from this year's pageant in Indonesia, replacing the skimpy swim suits with conservative beach sarongs amid mounting protest from hard line Muslim Group.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X