Video: મફતના નામે આ મહિલાને Kiss કરવાથી મળી લક્ઝરી કાર
50 કલાક સુધી કરી કિસ અને જીતી ગઇ બ્રાંડ ન્યૂ કાર, માનવામાં નથી આવતું તો જુઓ આ વીડિયો.
તમે અત્યાર સુધી લકી ડ્રો દ્વારા ફ્રીઝ અને ટીવી જીતવા અંગે અનેક વાર સાંભળ્યું હશે પણ શું તમે તેવી હરિફાઇ વિષે સાંભળ્યું છે કે જો તમે લાંબા કલાકો સુધી કોઇ કારને કિસ કરશો તો તમે આ કાર જીતી જશો. નહીંને પણ આવ્યું જ કંઇક બન્યું ટેક્સાસમાં છે. ઓસ્ટીન રેડિયો સ્ટેશન 96.7 Kiss FM દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં જે વ્યક્તિ લાંબા સમય સુધી કારની સાથે પોતાના હોઠ ચીપકાવેલા રાખશે તેમને આ કાર મફતમાં આપવામાં આવશે.

આ હરિફાઇમાં 20 લોકોએ ભાગ લીધો હતો. અને કેટલાય કલાકો સુધી પોતાના હોઠ કારને ચિપકેલા રાખ્યા હતા પણ થોડાક કલાકમાં તેમની હિંમત જતી રહી. કેટલાકને ચક્કર આવ્યા તો કેટલાકને ઊંઘ આવી ગઇ. દિલીની જયસૂયા નામની મહિલાએ 50 કલાક સુધી કારને કિસ કરીને નવી ચમચમાતી KIA Optima LX પોતાના નામે કરી.
નોંધનીય છે કે આ હરિફાઇમાં 20 જેટલા લોકોએ ભાગ લીધો હતો. પણ 50 કલાક સુધી દિલીની સિવાય કોઇએ હિંમત નહતી દાખવી. ત્યારે જુઓ આ મહિલાનો વીડિયો જેણે કિસ કરવાથી મળી છે આટલી મોંઘી કાર તે પણ એકદમ મફત.












Click it and Unblock the Notifications
