For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ કેવી રીતે કહેર વરસાવી રહ્યાં છે બોકો હરમ

|
Google Oneindia Gujarati News

અબુજા, 2 જુલાઇઃ નાઇજીરિયા પર આતંકવાદી સંગઠન બોકો હરમનો કહેર છેલ્લા કેટલાક મહિનાઓથી સતત જારી છે. રવિવારે ચર્ચો પર હુમલો કર્યા બાદ, ફરી એકવાર ત્યાં ખુની મંજરને અંજામ આપ્યો છે. પુર્વોત્તર નાઇજીરિયાના શહેર મૈદુગુરીના બજારમાં એક કારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 56થી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકોને ઇજા પહોંચી છે. આ વિસ્ફોટના કારણે રસ્તાના છેડે સવારી ઉતારી રહેલી કાર, ટેક્સી તથા અન્ય વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે.

આ વિસ્ફોટની જવાબદારી હજી સુધી કોઇએ લીધી નથી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી બોકો હરમ ઇસ્લામી આતંકવાદી સંગઠન વિસ્ફોટ અને હુમલાઓની ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. એપ્રિલમાં આ સંગઠને 200થી વધુ શાળાની વિદ્યાર્થિનીઓનું અપહરણ કર્યું હતું, ત્યારબાદ વિસ્ફોટની ઘટનાઓ અંગે સતત સમાચારો આવી રહ્યાં છે, તો ચાલો તસવીરો થકી નજર ફેરવીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં બોકો હરમ દ્વારા ખેલાયેલા આતંકી ખેલ પર.

200 વિદ્યાર્થિનીઓનું અપહરણ

200 વિદ્યાર્થિનીઓનું અપહરણ

બોકો હરમના આતંકવાદીઓએ ગત 14 એપ્રિલે બોર્નો રાજ્ય સ્થિત એક શાળાની 200 કરતા વધારે વિદ્યાર્થિનીઓનું અપહરણ કર્યું હતું.

91 ગ્રામિઓનું કર્યું અપહરણ

91 ગ્રામિઓનું કર્યું અપહરણ

છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર-પૂર્વીય નાઇજીરિયામાં ઇસ્લામિક ચરમપંથિઓએ 60 યુવતીઓ અને 31 યુવકોનું અપહરણ કર્યું હતું. બોર્નો રાજ્યની રાજધાની મૈદુગુરીથી 150 કિ.મી દૂર સ્થિત કુમ્બાબ્જાથી આ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં ત્રણ ગ્રામિણો માર્યા ગયા હતા.

બસ સ્ટેન્ડ પર હુમલો

બસ સ્ટેન્ડ પર હુમલો

14 એપ્રિલે જ અબુજાની દક્ષિણી સરહદે એક બસ સ્ટેન્ડ પર થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 75 લોકો માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી બોકો હરમે સ્વીકારી હતી.

300 કરતા વધુ લોકોના મોત

300 કરતા વધુ લોકોના મોત

5 મેના રોજ બોર્નો રાજ્યના ગમબોરુ નગલામાં કરવામાં આવેલા હુમલામાં 300 કરતા વધારે લોકોનાં મોત નીપજ્યાં હતા.

કાર વિસ્ફોટમાં 118 લોકોના મોત

કાર વિસ્ફોટમાં 118 લોકોના મોત

20 મેના રોજ મધ્ય નાઇજીરિયાના જોસમાં સ્થિત એક બજારમાં બે કાર વિસ્ફોટ કરવામાં આવ્યા હતા, જેમાં 118 લોકના મોત નીપજ્યાં હતા. જ્યારે 60 કરતા વધારે લોકોને ઇજા પહોંચી હતી.

શૉપિંગ મૉલમાં વિસ્ફોટ

શૉપિંગ મૉલમાં વિસ્ફોટ

નાઇજીરિયાની રાજધાની અબુજામાં એક શૉપિંગ મૉલમાં કરવામાં આવેલા વિસ્ફોટમાં 21 લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે 17 કરતા વધુ લોકોને ઇજા પહોંચી હતી.

આત્મઘાતી હુમલામાં 14 લોકોના મોત

આત્મઘાતી હુમલામાં 14 લોકોના મોત

પૂર્વોત્તર નાઇજીરિયામાં 17 જૂનના રોજ એક ગેરકાયદે વિશ્વકપ નિહાળવાના સ્થળ પર કરવામાં આવેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે આ આત્મઘાતી હુમલામાં 26 કરતા વધારે લોકોને ઇજા પહોંચી હતી.

ચર્ચ પર હુમલો, 54ના મોત

ચર્ચ પર હુમલો, 54ના મોત

પૂર્વોત્તર નાઇજીરિયામાં આતંકીઓએ ચર્ચો પર વિસ્ફોટક ફેક્યાં અને આગ લગાવી હતી. તેમજ બંદૂકધારી હુમલાખોરોએ ત્યાં હાજર લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 54 લોકોના મોત નીપજ્યાં હતા.

બજારમાં વાનમાં વિસ્ફોટ, 56ના મોત

બજારમાં વાનમાં વિસ્ફોટ, 56ના મોત

પૂર્વોત્તર નાઇજીરિયાના શહેર મૈદુગુરીના બજારમાં એક વાનમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 56 કરતા વધુ લોકો માર્યા ગયા હતા અને અનેક લોકોને ઇજા પહોંચી હતી.

English summary
A number of chruches in northeast nigeria were attacked by suspected Boko Haram Islamists on Sunday, near the town of Chibok where more than 200 girls were kidnapped in April.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X