For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોરિસ જૉનસન બનશે UKના નવા પીએમ, બુધવારે પોતાનું પદ સંભાળશે

બોરિસ જૉનસન બનશે UKના નવા પીએમ, બુધવારે પોતાનું પદ સંભાળશે

|
Google Oneindia Gujarati News

લંડનઃ લંડનના પૂર્વ મેયર રહી ચૂકેલ બોરિસ જૉનસન હવે યૂકેના આગામી વડાપ્રધાન બનશે. કંજર્વેટિવ પાર્ટીએ બોરિસને બ્રિટેનના આગામી પીએમ તરીકે ચૂંટી લીધા છે. બોરિસ, થેરેસા મેની જગ્યા લેશે જેમણે બ્રેગ્ઝિટના કારણે રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું છે. બોરિસ પીએમ બનતા જ પાછલા ત્રણ વર્ષોથી યૂકેમાં બ્રેગ્ઝિટ પર ચાલી રહેલ ઘમાસાણ પર વિરામ લાગી શકે છે. વર્ષ 2016માં બ્રિટન, યૂરોપિયન યૂનિયનથી બહાર થઈ ગયું હતું.

boris johnson

બ્રિટનના ડોનાલ્ડ ટ્રમ્પ તરીકે જાણીતા

બોરિસ જૉનસનને બ્રિટનના ડોનાલ્ડ ટ્રમ્પ કહેવાય છે અને તેઓ અમેરિકાથી બહુ નજીક છે. પરંતુ એ વાત પણ દિલચસ્પ છે કે જૉનસનને જનતાએ નહિ બલકે 1,60,000 રજિસ્ટર્ડ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ ચૂંટ્યા છે. બોરિસ બુધવારે સત્તાવાર રીતે પોતાનું પદ સંભાળી લેશે જ્યારે થેરેસા મે સત્તાવાર રીતે પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. જૉનસને જીત પર પોતાના પ્રતિદ્વંદ્વી જેર્મી હંટનો પણ આભાર માન્યો છે. સાથે જ લંડનમાં રહેલ પાર્ટી સભ્યોની સામે તેમણે થેરેસા મેનો પણ આભાર માન્યો છે. મંગળવારે યૂકેમાં ચૂંટણીના પરિણામનું એલાન થઈ ગયું છે. થેરેસા મેએ 24મેએ પોતના રાજીનામાનું એલાન કર્યું હતું. એ સમયે રડતી આંખોએ થેરેસા મેએ બ્રેગ્ઝિટ પર પોતાની અસફળતા માની હતી હતી અને એ વાત પણ સ્વીકારી હતી કે તેમનો બ્રેક્ઝિટ પ્લાન સંપૂર્ણ રીતે અસફળ સાબિત થયો. પીએમે એક ઈમોશનલ નિવેદનની સાથે ડાઉનિંગ સ્ટ્રીટ છોડવાનું એલાન કર્યું હતું.

કાશ્મીર પર ટ્રમ્પની વાત સાચી નિકળી તો મોદીએ દેશનો દગો આપ્યોઃ રાહુલ ગાંધીકાશ્મીર પર ટ્રમ્પની વાત સાચી નિકળી તો મોદીએ દેશનો દગો આપ્યોઃ રાહુલ ગાંધી

English summary
boris johnson elected as the new prime minister of united kingdom
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X