For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રાઝિલિય લેડી ડોક્ટરે કરી નાખી 300 દર્દીઓની હત્યા!

|
Google Oneindia Gujarati News

Doctor
પરાના (બ્રાઝિલ), 29 માર્ચ: બ્રાઝિલની હેલ્થ મિનિસ્ટ્રીના એક તપાસ અધિકારીનું કહેવું છે કે એક બ્રાઝિલિયન ડોક્ટર જેને 7 દર્દીઓની હત્યામાં પકડવામાં આવી હતી, ખરેખર તે 300 દર્દીઓની હત્યાની ગૂનેહગાર છે. આ લેડી ડોક્ટરે આઇસીયુમાં બેડ ખાલી કરાવવા માટે સાત હત્યા કરી હતી.

સરકારી પક્ષનું કહેવું છે કે ઇવેગિંલિકલ હોસ્પિટલમાં ડો. વર્જીનિયા સોરેસ ડિસૂઝા અને તેમની મેડીકલ ટીમે પહેલા તો તેમના મસલ્સને શિથિલ કરવાવાળી દવાઓ આપી, ત્યારે બાદ તેમનું ઓક્સિજન સપ્લાય બંધ કરી દીધું. બધા જ દર્દીઓની હત્યા એસપિક્સિયા નામની બીમારી દ્વારા થઇ હતી. આ હોસ્પિટલ દક્ષિણ શહેર ક્યૂરિટિબામાં છે. જે બ્રાઝિલનું મેટ્રોપોલિટિન સિટી છે.

ધરપકડ કરવામાં આવેલ ડોક્ટરની ઉંમર 56 છે અને તે વિધવા છે. તેને ગયા મહિને પકડવામાં આવી હતી, અને તેની પર સાત દર્દીઓની હત્યા કરવાનો આરોપ છે. આ ડોક્ટરની હેઠળ કામ કરના અન્ય ત્રણ ડોક્ટર, ત્રણ નર્સ, એક ફિઝિયોથેરેપિસ્ટ પર પણ હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરાના સ્ટેટના અભિયોગકર્તાઓનું કહેવું છે કે ડો. ડિસૂઝાના ફોનના વાયરટેપ દ્વારા માલૂમ પડ્યૂ કે તેણે આ હત્યા હોસ્પિટલના બેડ ખાલી કરાવવા કરી હતી, જેથી અન્ય દર્દીઓને ભર્તી કરી શકાય.

બ્રાઝિલિયન મીડિયાએ જારી કરેલી તેની રેકોર્ડિંગમાં સંભળાય છે કે તે આઇસીયૂને ખાલી કરાવવા માંગતી હતી. તેને આઇસીયુમાં વધુ ભીડ જોઇને સાજતું ન્હોતું. જોકે આરોપી ડોક્ટરના વકીલે જણાવ્યું કે તપાસકર્તાઓને સમજમાં ફેર થયો છે અને તે પોતાને નિર્દોષ સાબિત કરશે.

ડો. ડિસૂઝા જે હોસ્પિટલની ઇન્ચાર્જ હતી, તપાસકર્તાઓએ તેના સાત વર્ષના કાર્યકાળ દરમિયાન 1700 મેડિકલ રેકોર્ડ્સની તપાસ કરી. આ તમામ 300 દર્દીઓના મોત આ સાત વર્ષમાં થયા હતા. બ્રાઝિલ હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા મૂકવામાં આવેલા મુખ્ય તપાસ અધિકારી ડો. મારિયો લોબેટોએ જણાવ્યું કે હજી સુધી અમે 20થી વધારે કેસોમાં પુરાવા ભેગા કરી લીધા છે અને 300 કેસોની તપાસ શરૂ છે. જો હત્યા સાબિત થઇ જશે તો આ વિશ્વનો સૌથી મોટો સીરીયલ કિલર કેસ બની જશે.

English summary
Brazilian doctor charged with 7 murders, may have killed 300.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X