For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રેક્ઝિટ બિલને સંસદમાંથી મળી મંજૂરી, 31ના રોજ EUથી અલગ થઈ જશે બ્રિટન

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનના બ્રેક્ઝિટ બિલને બ્રિટનની સંસદે બુધવારે મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનના બ્રેક્ઝિટ બિલને બ્રિટનની સંસદે બુધવારે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ 31 જાન્યુઆરીની રાતે 11 વાગે બ્રિટન યુરોપીય સંઘથી બહાર નીકળી જશે. આ સાથે જ બ્રેક્ઝિટ બિલ હવે કાયદો બનવા માટે તૈયાર છે. આના માટે આ બિલ પર હવે માત્ર ક્વીનની મંજૂરી મળવાની બાકી છે. ત્યારબાદ આ કાયદો અમલમાં આવી જશે.

boris johnson

આ પહેલા બ્રિટનના હાઉસ ઑફ કૉમન્સે યુરોપીય યુનિયાનમાંથી બહાર નીકળવાના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનની સમજૂતી (બ્રેક્ઝિટ ડીલ)ને મંજૂરી આપી દીધી હતી. સમજૂતીના પક્ષમાં 330 મત જ્યારે વિરોધમાં 231 મત પડ્યા હતા. ઈયુ-યુકે વિડ્રોઅલ એગ્રીમેન્ટ બિલને હવે ક્વીનની મંજૂરી મળવાની બાકી છે કે જે સરળતાથી મળી જશે. ત્યારબાદ બ્રિટન યુરોપીય યુનિયનનુ 50 વર્ષ જૂનુ પોતાનુ સભ્ય પદ ખતમ થઈ જશે.

બ્રેક્ઝિટનો અર્થ છે બ્રિટન એક્ઝિટ એટલે કે બ્રિટનનુ યુરોપીય યુનિયનમાંથી બહાર જવાનો છે. હાલમાં યુરોપીય યુનિયનમાં 28 યુરોપીય દેશોની આર્થિક અને રાજકીય ભાગીદારી છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ આર્થિક સહયોગ વધારવા માટે યુરોપીય સંઘનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આની પાછળનો વિચાર હતો કે જે દેશ એક સાથે વેપાર કરશે તે એકબીજા સાથે યુદ્ધ કરવાથી બચશે. યુરોપીય યુનિયનની પોતાની મુદ્રા યુરો છે જેનો 28માંથી 19 સભ્ય દેશો ઉપયોગ કરે છે.

આ પણ વાંચોઃ CAA સામેની સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનાવણીમાં બોલ્યા CJI- હાલ એકેય આદેશ જાહેર ના કરી શકીએઆ પણ વાંચોઃ CAA સામેની સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનાવણીમાં બોલ્યા CJI- હાલ એકેય આદેશ જાહેર ના કરી શકીએ

English summary
Brexit bill clears United Kingdom's parliament Boris Johnson
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X