ચોંકાવનારો ખુલાસો : બ્રિટનના સાંસદો એડલ્ટ સાઇટ્સ પાછળ દીવાના
લંડન, 5 સપ્ટેમ્બર : દેશ દુનિયાના હિતોની વાત કરનારા બ્રિટનના સાંસદો પર બદનામીનો ડાઘ લાગ્યો છે. આ અંગે અન્ય કોઇએ નહીં પણ એક સરકારી દસ્તાવેજે ખુલાસો કર્યો છે. આ દસ્તાવેજ અનુસાર બ્રિટનની સંસદને પોર્ન સાઇટનો ચસકો લાગ્યો છે. આ રિપોર્ટ અનુસાર બ્રિટનની સંસદના પરિસરમાં પોર્ન સાઇટ ખૂબ જોવામાં આવે છે. જ્યારે આ અંગેના આંકડા પર નજર કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે બ્રિટનના સાંસદો એડલ્ટ સાઇટ્સના દીવાના છે. આ અંગેના આંકડાઓએ સૌને હેરાન કરી દીધા.
રિપોર્ટમાં ટાંકવામાં આવેલા આંકડાઓ અનુસાર માત્ર એક જ વર્ષમાં બ્રિટનની સંસદની અંદર 3,00,000 (ત્રણ લાખ)વાર પોર્ન સાઇટ્સને જોવામાં આવી છે. માહિતીનો અધિકાર અંતર્ગત માંગવામાં આવેલી માહિતીમાંથી આ ખુલાસો થયો છે. એક વર્ષની અંદર જ આપવામાં આવેલા આંકડાઓ બાદ આ માહિતી લોકો સમક્ષ બહાર આવી છે.
લંડનના એક અગ્રણી દૈનિક સમાચાર પત્રમાં આ વિગતો પ્રકાશિત કરવામાં આવી છે. જેનો હેતુ બ્રિટનની સંસદની સચ્ચાઇ લોકો સમક્ષ લાવવાનો છે. જો કે આ બાબત હજી સુધી સાબિત થઇ શકી નથી કે પોર્ન સાઇટ્સ બ્રિટનના સાંસદોએ જોઇ છે કે બ્રિટનની સંસદમાં કામ કરતા કર્મચારીઓએ જોઇ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટનની સંસદમાં પાંચ હજારથી વધારે કર્મચારીઓ કામ કરે છે. માહિતીના જણાવ્યા અનુસાર અશ્લીલ વેબસાઇટ્સ સૌથી વધારે વાર ગયા વર્ષે નવેમ્બરમાં જોવામાં આવી હતી. નવેમ્બર મહિનામાં જ 1 લાખ 14 હજાર 844 વાર સાઇટ્સ જોવામાં આવી હતી. જ્યારે મે 2012માં સૌથી ઓછી 2141 લોકોએ આ સાઇટ્સ જોઇ હતી. જ્યારે આ વર્ષના પ્રારંભમાં સૌથી વધારે લોકોએ અશ્લીલ સાઇટ્સ પર ક્લિક કર્યું હતું.
વર્ષ 2013માં એપ્રિલ મહિનામાં સૌથી વધારે 55,552 લોકોએ એડલ્ટ સાઇટ્સ જોઇ હતી. જ્યારે ફેબ્રુઆરીમાં સૌથી ઓછી માત્ર 15 લોકોએ પોર્ન સાઇટ્સ જોઇ હતી. જૂનમાં પણ 397 લોકોએ અશ્લીલ સાઇટ્સ સંસદમાં લાગેલા કોમ્પ્યુટરમાં જોઇ હતી.

1
- માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવી માહિતી

1
- એક જ વર્ષમાં બ્રિટનની સંસદમાં 3,00,000 (ત્રણ લાખ)વાર પોર્ન સાઇટ્સને જોવામાં આવી

2
- સંસદ પરિસરમાં સાંસદો, કર્મચારીઓ અને અધિકારીઓ એક દિવસમાં સરેરાશ 800 વાર પોર્ન સાઇટ્સ ખોલે છે

3
- નવેમ્બર 2012માં દિવસમાં 820 વાર લોકોએ પોર્ન સાઇટ જોઇ

4
- નવેમ્બર 2012માં 1,14,844 વાર પોર્ન સાઇટ્સ સંસદ પરિસરમાં ખોલવામાં આવી

5
- ફેબ્રુઆરી 2013માં આંકડો સૌથી નીચો રહ્યો
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
