બ્રુકલિન સબવેમાં ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ
ન્યૂયૉર્કઃ અમેરિકાના ન્યૂયૉર્ક સ્થિત બ્રુકલિનમાં ગોળીબાર કરનાર શંકાસ્પદ શૂટરની પોલિસે ધરપકડ કરી લીધી છે. હુમલાખોરે મંગળવારની સવારે મેટ્રો સ્ટેશન પર અશ્રુ ગેસના ગોળા છોડ્યા બાદ લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી દીધી હતી જેમાં ડઝનેક લોકો ઘાયલ થઈ ગયા હતા. ત્યારબાદ પોલિસ શંકાસ્પદ વ્યક્તિનો ફોટો જાહેર કરીને તેના પર 50000 ડૉલરનુ ઈનામ ઘોષિત કર્યુ હતુ. ન્યૂયૉર્ક પોલિસ કમિશ્નર કીચેંટ સીવેલે શંકાસ્પદ શૂટરની ધરપકડની પુષ્ટિ કરી છે. યુએસ અટૉર્ની ઑફ ઈસ્ટર્ન ડિસ્ટ્ર્ક્ટ ઑફ ન્યૂયૉર્ક બ્રિયૉન પીસ અનુસાર શંકાસ્પદ હુમલાખોર ફ્રેંક રૉબર્ટ જેમ્સ આ પહેલા ઘણી વાર અલગ-અલગ રાજ્યોમાં પકડાઈ ચૂક્યો છે.
બ્રિયૉન પીસે જણાવ્યુ કે આ પહેલા જેમ્સ 9 વાર પકડાઈ ચૂક્યો છે. તેની 1990, 1998માં ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે તેની ખોટા હથિયારો રાખવાના આરોપમાં, ક્રિમિનલ સેક્સ એક્ટ, ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમ્સની ઉંમર 62 વર્ષ છે અને તેને પોલિસ પ્રશાસન ઘણી સારી રીતે જાણે છે. પોલિસે આ શંકાસ્પદ વ્યક્તિને આ પહેલા ન્યૂજર્સીમાં 1991, 1992,2017માં પણ પકડ્યો હતો. શંકાસ્પદ વ્યક્તિએ જ સબવેમાં સ્મોક ગ્રેનેડ ખોલ્યો હતો અને ટ્રેનમાં ગોળીઓ ચલાવવાની શરુ કરી દીધી હતી જેમાં 33 લોકો ઘાયલ થઈ ગયા હતા. 10 લોકોને ગોળી વાગી હતી જ્યારે બાકીના લોકો નાસભાગમાં ઘાયલ થઈ ગયા હતા.
ઘટના પછી પોલિસે ઘટના સ્થળેથી ગ્લૉક હેંડગન, ત્રણ મેગઝીન, બે ડિટોનેટેડ સ્મોક ગ્રેનેટ, 2 નૉન ડિટોનેટેડ સ્મોક ગ્રેનેડ, એક હેસેટ વગેરે જપ્ત કર્યા હતા. ઘાયલોમાંથી કોઈને પણ જીવનુ જોખમ નથી. બધાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. કમિશ્નરે કહ્યુ કે અમને ખબર છે કે ન્યૂયૉર્કના લોકો માટે આ ગંભીર ઘટના છે. અમે પીડિતોના દર્દને નહિ ભૂલી શકીએ, જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે તેમને તેમના અંજામ સુધી પહોંચાડવા માટ દરેક સંભવ પ્રયત્ન કરીશુ.