For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છોકરીને એકસાથે કોરોના વેક્સીનના 6 ડોઝ આપી દીધા, જાણો પછી શું થયું?

છોકરીને એકસાથે કોરોનાના 6 ડોઝ આપી દીધા, જાણો પછી શું થયું?

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસના આ કાળમાં ઘણી વિચિત્ર ઘટનાઓ પણ સામે આવી રહી છે. આખી દુનિયામાં વેક્સીનેશનનું કામ ચાલી રહ્યું છે અને વેક્સીનને લઈ સૌકોઈના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકો જાણવા માંગે છે કે વેક્સીનના બે ડોઝ લીધા બાદ તેની શું અસર થાય છે, શું વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત છે અથવા તો શું વેક્સીન લીધા બાદ કોઈણ પ્રકારની પરેશાન થાય છે? આ ઉપરાંત પણ લોકોના મનમાં વિવિધ સવાલો ઉઠી રહ્યા છે, જેમ કે જો કોઈને અલગ અલગ કંપનીની વેક્સીન લગાવી દેવામાં આવે તો શું થાય? આ તમા મસવાલો વચ્ચે ઈટલીમાં રહેતી એક છોકરી કદાચ દરેક સવાલોના જવાબ બની ગઈ છે, કેમ કે ભૂલથી આ છોકરીને એક સાથે વેક્સીનના 6 ડોઝ આપી દેવાયા.

એકસાથે વેક્સીનના 6 ડોઝ

એકસાથે વેક્સીનના 6 ડોઝ

ઈટલીની રહેતી 23 વર્ષીય છોકરી હાલ ઈટલીમાં ચર્ચાનો વિષય બની છે. કેમ કે 23 વર્ષની આ છોકરીને એકસાથે ભૂલથી કોરોનાવેક્સીનના 6 ડોઝ આપી દેવામાં આવ્યા. હોસ્પિટલની નર્સે મહિલાને ફાઈજર-બાયોએનટેક વેક્સીનના 6 ડોઝ એકસાથે જ આપી દીધા, જે બાદ આખા હોસ્પિટલમાં હડકંપ મચી ગયો અને આ છોકરીને તરત જ ડૉક્ટરને દેખરેખ હેઠક મોકલી દીધી. ન્યૂઝ એજન્સી એજીઆઈના રિપોર્ટ મુજબ સમગ્ર ઘટના સોમવારે ઈટલી સામે આવી.

છોકરીને ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખી

છોકરીને ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખી

ન્યૂઝ એજન્સી એજીઆઈના રિપોર્ટ મુજબ વેક્સીનના 6 ડોઝ લીધા બાદ પણ છોકરીનું સ્વાસ્થ્ય એકદમ ઠીક હતું અને તે સંપૂર્ણપણે નોર્મલ હતી. તેને કોઈ સમસ્યા મહેસૂસ નહોતી થઈ રહી. જો કે, સાવચેતીના ભાગરૂપે મહિલાને તરત જ તરલ પદાર્થ પીવડાવવામાં આવ્યા અને તેને પેરાસિટામોલ પણ ખવળાવી દેવાઈ હતી પરંતુ છોકરી સંપૂર્ણપણે સામાન્ય રહી. તેને એક પળ પણ કોઈપણ પ્રકારની સમસ્યા કે સાઈડ ઈફેક્ટ મહેસૂસ નહોતી થઈ.

કેવી રીતે ભૂલ થઈ

કેવી રીતે ભૂલ થઈ

ન્યૂઝ એજન્સી એજીઆઈના રિપોર્ટ મુજબ નર્સ જ્યારે છોકરીને ફાઈજર-બાયોનટેક વેક્સીનનો ડોઝ આપી રહી હતી ત્યારે નર્સે ભૂલથી આખું ઈન્જેક્શન વાઈલ જ છોકરીને લગાવી દીધું. એક વાઈલમાં વેક્સીનના 6 ડોઝ હોય છે, જે એકવાર ખુલ્યા બાદ અલગ અલગ છ લોકોને આપવામાં આવે છે. પરંતુ નર્સે ભૂલમાં તમામ 6 ડોઝ એક સાથે જ ઈંજેક્ટ કરી દીધા.

કેસ સ્ટડી બની છોકરી

કેસ સ્ટડી બની છોકરી

ન્યૂજ એજન્સી એએફપીના રિપોર્ટ મુજબ મહિલા વિશે ઈટલીમાં મેડિસીન રેગ્યુલેટરને પણ જાણકારી આપવામાં આવી છે. અગાઉ પણ કેટલાય દેશ ઓવરડોઝની વાત રિપોર્ટ કરી ચૂક્યા છે. ઈઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જર્મનીમાં પણ વેક્સીનના ઓવરડોઝના મામલા સામે આવી ચૂક્યા છે.

કોંગ્રેસનો દાવો- કોરોનાથી ગુજરાતમાં 2 લાખ લોકોનાં મોત થયાં, સરકાર છૂપાવી રહી છે આંકડાકોંગ્રેસનો દાવો- કોરોનાથી ગુજરાતમાં 2 લાખ લોકોનાં મોત થયાં, સરકાર છૂપાવી રહી છે આંકડા

જો કે હજી સુધી નુકસાનનો કોઈ રિપોર્ટ નોંધાયો નથી. જ્યારે ફાઈજર-બાયોએનટેકે સોમવારે નિવેદન જાહેર કરતા કહ્યું કે કોરોના વેક્સીન કોરોનાવાયરસ પર કામ ના કરતી હોય તે સાબિત કરી શકાય તેવા એકય કેસ સામે આવ્યા નથી. ફાઈજર-બાયોએનટેકને હાલ વિશ્વના 90 દેશમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે, અને હવે કંપની જલદી જ સિંગાગપુરમાં પણ ઉત્પાદન શરૂ કરશે અને માનવામાં આવી રહ્યું છે કે સાઉથ એશિયન દેશો માટે કંપનીનું હેડક્વાર્ટર સિંગાપુર જ રહેશે.

English summary
by mistake nurse injected 6 doses of coronavirus together in 23 year old girl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X