For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેલિફોર્નિયામાં ઓક્ટોબર મહિનો હિન્દૂ જાગરૂકતા માસ તરીકે જાહેર કરાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

krishna
વોશિંગ્ટન, 26 જૂન: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની સીનેટના હિન્દૂ અમેરિકનોના યોગદાનને માન્યતા આપવા માટે આ વર્ષે ઓક્ટોબર મહિનાને હિન્દૂ જાગરૂકતા માસના રૂપમાં જાહેર કરવા માટે એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે. સીનેટમાં બહુમતની નેતા એલન કોર્બેટે પ્રસ્તાવની ભાષાનો મુસદ્દો તૈયાર કરવામાં વોશિંગ્ટન આધારિત હિન્દૂ અમેરિકન ફાઉન્ડેશન (એચએએફ) સાથે મળીને કામ કર્યું છે. તે અમેરિકન હિન્દૂઓ પ્રત્યે પોતાના સમર્થન માટે જાણીતા છે.

કાર્બેટે એક નિવેદનમાં કહ્યું હતું કે દસમી સ્ટેટ સીનેટ ડિસ્ટ્રીકના સીનેટરના રૂપમાં હિન્દૂ અમેરિકનો સહિત વિવિધ પૃષ્ઠભૂમિઓના મતાધિકારીઓનું પ્રતિનિધિત્વ કરવામાં હું ગૌરવ અનુભવું છું. તેમને કહ્યું હતું કે કેલિફોર્નિયા ત્રણ લાખ 70 હજારથી વધુ અમેરિકન હિન્દૂઓના ઘર છે જે અમારા રાજ્યની વિવિધતાને અને શિક્ષણ, વિજ્ઞાન, ટેક્નોલોજી, વેપાર, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં વ્યવસાયિક કૌશલ્યોને મજબૂત કરે છે.

પ્રસ્તાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્વામી વિવેકાનંદે 1893માં શિકાગોમાં આયોજીત વિશ્વ ધર્મ સંસદમાં અમેરિકાને આધિકારીક રૂપથી ધર્મથી પરિચિત કરાવ્યા હતા. સોમવારે પારિત કરવામાં આવેલા આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે કેલિફોર્નિયામાં હવે 50 થી વધુ હિન્દૂ મંદિર છે અને સાન ફ્રાંસિસ્કો બે વિસ્તારમાં તેમની સંખ્યા 20થી વધુ છે.

પ્રસ્તાવમાં અમેરિકાના 55 બિન સરકારી સંગઠનો, વિભિન્ન ધર્મોના નેતાઓ, નાગરિક અધિકાર કાર્યકર્તાઓ અને સામુદાયિક નેતાઓનું સમર્થન મળ્યું છે, જેમને પૂર્વમાં રાજ્યના બધા સીનેટરોને આને પારિત કરાવવા માટે પત્ર લખ્યો હતો. આ ઉલ્લેખ કરતાં અમેરિકી હિન્દૂઓ સહનશીલતા, વિવિધતા અને ધાર્મિક સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી છે, સીનેટે ઓક્ટોબર 2013ને કેલિફોર્નિયા હિન્દૂ હિન્દૂ જાગરૂકતા તથા પ્રશંસા માસના રૂપમાં જાહેર કરવાનો સંકલ્પ કર્યો છે. હિન્દૂ અમેરિકન ફાઉન્ડેશનના નિવેદનમાં કહ્યું હતું કે તે આ મહિને આખા રાજ્યમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરશે.

English summary
The California State Senate has passed a resolution to declare October as the Hindu Awareness and Appreciation Month this year to acknowledge the contribution made by Hindu Americans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X