કાર્ટૂનનો જવાબ કાર્ટૂનથી: મોહંમદ પયંગમ્બરના કાર્ટૂનના જવાબમાં છાપ્યા કાર્ટૂન

સમાચારપત્રમાં છપાયેલા એક કાર્ટૂનમાં ચશ્મામાં સળગતા વર્લ્ડ ટ્રેડ સેન્ટરને દર્શાવવામાં આવ્યું છે. તેના નીચે લખવામાં આવ્યું છે કે 'ઇસ્લામી દુનિયા માટે પશ્વિમના ચશ્મા' 'બીજા કાર્ટૂનમાં એક અંગ્રેજ મુસ્લિમ જેવા લાગતાં વ્યક્તિ પર આતંકવાદી હોવાનો આરોપ લગાવી રહ્યો છે. અને જ્યારે તેને ખબર પડે છે કે ઇઝરાઇલનો છે તો તે તેને ફૂલ આપે છે.'
અન્ય એક કાર્ટૂનમાં મુસ્લિમ શખ્સના ફોટાને બે રીતે દર્શાવવામાં આવ્યો છે. એક ફોટામાં તે ભણેલો ગણેલો સભ્ય વ્યક્તિ દર્શાવવામાં આવ્યો છે તો બીજા ફોટામાં અમેરિકી ટોર્ચના પ્રકાશ સાથે તેના હાથમાં ચપ્પુ લઇ આતંકવાદીની જેમ દર્શાવવામાં આવ્યો છે. 'અલ વતન'ને ઇજિપ્તના ધર્મનિરપેક્ષ સમાચારપત્ર તરીકે માનવામાં આવે છે. અલવતને કાર્ટૂનોની સાથે સાથે જાણીતા ધર્મ નિરપેક્ષ લેખકોના લેખ છાપ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો પહેલાં 'ઇનોસેન્સ ઓફ મુસ્લિમ્સ' નામની અમેરિકન ફિલ્મમાં કથિત રીતે મોહંમદ પયંગમ્બરનું અપમાન કરવા બદલ ધમાચકડી મચી હતી. દુનિયાભરમાં થયેલા ઉગ્ર પ્રદર્શનમાં 50 વધુ લોકોના મોત નિપજ્યાં હતાં. આ દરમિયાન ફ્રાન્સના મેગેઝીન 'ચાર્લી હેબ્દો'એ મોહંમદ પયંગબરનું કાર્ટૂન પ્રકાશિત કર્યા છે. આ મુદ્દે કાહિરામાં ખૂબ હંગામો મચ્યો છે.












Click it and Unblock the Notifications
