દુનિયાના ત્રીજા સૌથી અમિર વ્યક્તિ સાથે લંચનો મોકો, બસ આટલું કરવાનું રહેશે

દુનિયાના ત્રીજા સૌથી અમિર વ્યક્તિ સાથે લંચનો મોકો, બસ આટલું કરવાનું રહેશે

ન્યૂયોર્કઃ નાનપણથી જ પૈસા કમાવવાની લગન ધરાવતા વોરેન બફેટ આજે દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમિર વ્યક્તિ છે. ત્યારે તેમની સાથે રાત્રીભોજન લેવાની ઈચ્છા કોનામાં ન હોય? સૌકોઈમાં આ વાત જાણવાની ઉત્સુકતા રહેતી હોય છે કે અબજોપતિઓની જિંદગી કેવી હોય છે? તેઓ કેવો ખોરાક લેતા હોય છે, ઘરમાં કેવી રીતે રહેતા હોય ચે અને શું પહેરતા હોય છે? જો તમારા મગજમાં પણ આવા સવાલો ઉઠી રહયા હોય તો તમારી પાસે તેમને નજીકથી જોવાનો એક મોકો છે. જી હાં, વોરેન બફેટ સાથે તમે રાત્રી ભોજન લઈ શકો છો. આગળની સ્લાઈડ પર જાણો કઈ રીતે...

વૉરન બફેટ સાથે લંચનો મોકો

વૉરન બફેટ સાથે લંચનો મોકો

દુનિયાના ત્રીજા સૌથી અમીર શખ્સ વોરેન બફેટ આ અવસર આપી રહ્યા છે. તેમની સાથે તમે અબજોપતિ વાળી લગ્ઝરી સ્ટાઈલમાં લંચ પાર્ટી કરી શકો છો. આ પાર્ટી સૌથી મોંઘા રેસ્ટ્રોમાંથી એકમાં છે. આ લંચ ગ્લાઈડ ફાઉન્ડેશન માટે એક ચેરિટી ફંક્શન છે, જેના દ્વારા વોરેન બફેટ પાછલા 19 વર્ષથી જરૂરીયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે.

આવી રીતે સીટ બૂક કરાવી શકો

આવી રીતે સીટ બૂક કરાવી શકો

આ વખતે 20મું વર્ષ છે, જેના માટે વોરેન બફેટ સાથે ગ્રાન્ડ સ્ટાઈલમાં ન્યૂયોર્ક સ્મિથ એન્ડ વૉલેનસ્કાઈ સ્ટીકહાઉસમાં લંચનું આયોજન થયું છે. આ ન્યૂયોર્કની મોંઘી જગ્યાઓમાંથી એક છે. આ લંચ પાર્ટીમાં સામેલ થવા માટે તમારે eBay પરથી સીટ બુક કરાવવાની રહેશે.

ચેરિટી માટે કરે છે લંચ પાર્ટી

ચેરિટી માટે કરે છે લંચ પાર્ટી

જી હાં, વોરેન બફેટ સાથે લંચ કરવા માટે તમારે હરાજીમાં ભાગ લેવો પડશે. eBay વેબસાઈટ પર 2મેથી 17.4 લાખ રૂપિયાથી બોલી શરૂ થઈ ગઈ છે. હરાજ 31 મેના રોજ સાંજે 7.30 વાગ્યા સુધી ચાલશે. આ બોલી દર વર્ષે લગાવવામાં આવે છે. આ હરાજીમાંથી મળનાર રકમ સેનફ્રાન્સિસ્કોની ચેરિટી સંસ્થા ગ્લાઈડને આપવામાં આવે છે. જણાવી દઈએ કે વર્ષે 2012ની હરાજીમાં 24 કરોડ રૂપિયાની રેકોર્ડ તોડ બોલી લાગી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ ઉંચી બોલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X