For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને બનાવી 'અંડરગ્રાઉન્ડ સ્ટીલ ગ્રેટ વોલ', જાણો તેની ખાસિયત

ચીને દાવો કર્યો છે કે તેમને પરમાણુ હુમલાથી બચવા માટે 'અંડરગ્રાઉન્ડ સ્ટીલ ગ્રેટ વોલ' તૈયાર કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

ચીને દાવો કર્યો છે કે તેમને પરમાણુ હુમલાથી બચવા માટે 'અંડરગ્રાઉન્ડ સ્ટીલ ગ્રેટ વોલ' તૈયાર કરી લીધી છે. પહાડોની નીચે બનાવવામાં આવેલી આ વોલ ચીનના પરમાણુ હથિયારોની રક્ષા કરશે, જે અમેરિકાની જેબીયુ-57 મિસાઈલોના એટેક સાથે રક્ષણ કરવામાં સક્ષમ છે. ચીન સરકારના સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સ સાથે વાત કરતા ચીનના તે 2 વૈજ્ઞાનિકો ઘ્વારા આ વોલનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમને હાલમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઘ્વારા દેશની સર્વોચ્ચ વૈજ્ઞાનિક માટે એવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચો: નવી રડાર સિસ્ટમ અને હવે બોમ્બરની જમાવટ, ચીન ભારત સામે વધુ આક્રમક બની રહ્યું છે

પહાડોની નીચે બનેલી અંડરગ્રાઉન્ડ સ્ટીલ ગ્રેટ વોલ

પહાડોની નીચે બનેલી અંડરગ્રાઉન્ડ સ્ટીલ ગ્રેટ વોલ

ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, વૈજ્ઞાનિક કિયાન કીહુએ કહ્યું કે આ વોલ દેશના હથિયારોને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. એટલું જ નહીં પરંતુ દુશ્મનોની હાયપરસૉનિક મિસાઈલ પણ આ વોલ પર એટેક કરીને તેમના હથિયારોને નુકશાન નહીં પહોંચાડી શકે. એટલું જ નહીં પરંતુ પહાડો પણ દુશ્મનના હુમલાને સહન કરી શકે એટલા મોટા છે.

હાયપરસૉનિક મિસાઈલ અને બંકર બસ્ટર એટેક સામે રક્ષા કરશે

હાયપરસૉનિક મિસાઈલ અને બંકર બસ્ટર એટેક સામે રક્ષા કરશે

ગ્લોબલ ટાઈમ્સ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની ન્યુક્લિયર સ્ટેટેજી પહેલા એટેક કરવાની નથી. કિયાને કહ્યું કે તેમની અંડરગ્રાઉન્ડ સ્ટીલ ગ્રેટ વોલ દેશની અંતિમ રાષ્ટ્રીય સુરક્ષા લાઈન હશે. કિયાને કહ્યું કે તેમની વોલ હાયપરસૉનિક મિસાઈલ અને બંકર બસ્ટર એટેક સામે રક્ષા કરશે.

કિયાનને મળેલા પૈસા ગરીબો માટે ખર્ચ થશે

કિયાનને મળેલા પૈસા ગરીબો માટે ખર્ચ થશે

કિયાનને બેસ્ટ સાઈંટીસ્ટ એવોર્ડ મળ્યો છે. ત્યારપછી ચીનની સરકારે તેમને 8 બિલિયન યુઆન આપ્યા છે. કિયાને જણાવ્યું કે તેઓ બધા જ પૈસા નેશનલ ડિફેન્સ એજ્યુકેશન, સામાજિક કાર્ય અને ગરીબ બાળકોના અભ્યાસ માટે ખર્ચ કરશે.

દરિયાઈ તાકાત વધારવામાં લાગ્યું ચીન

દરિયાઈ તાકાત વધારવામાં લાગ્યું ચીન

આપને જણાવી દઈએ કે હાલમાં જ ચીને એડવાન્સ કોમ્પેક્ટ સાઈઝના દરિયાઈ રડારનું નિર્માણ કર્યું છે, જે ભારત જેટલા મોટા વિસ્તાર પર પણ નજર રાખી શકે છે. ચીને જે આધુનિક રડારને પોતાના ઘરમાં તૈયાર કર્યું છે, તે પોતાના દેશના અધિકાર ક્ષેત્રમાં આવતા આખા દરિયા પર નજર રાખશે. તેને ચીની નૌસેના સાથે જોડવામાં આવશે, જે દરિયામાં દુશ્મનોના જંગી જહાજો, એરક્રાફ્ટ અને મિસાઈલ લોન્ચ જેવા બહારના ખતરાથી દેશને ચેતવણી આપશે.

English summary
China builds 'Underground Steel Great Wall' to counter hypersonic weapon attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X