• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચીને વિશ્વનો સૌથી ઉંચો એક્સપ્રેસ વે બનાવ્યો, ભારત માટે ખતરાની ઘંટી!

By Desk
|
Google Oneindia Gujarati News

બેઇજિંગ, 28 સપ્ટેમ્બર : તિબેટ પર ગેરકાયદેસર કબજો કર્યા બાદ ચીન સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દ્વારા આ સ્વતંત્ર દેશને સંપૂર્ણપણે ગળી જવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે ચીની મીડિયાએ કહ્યું છે કે ચીનની રાજધાની બેઇજિંગને તિબેટ સાથે જોડતા એક્સપ્રેસ વે પર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને બેઇજિંગ-લ્હાસા એક્સપ્રેસ વેનો એક મોટો ભાગ પૂર્ણ થઇ ગયો છે. ચીનના સરકારી મીડિયાએ આ એક્સપ્રેસ વે વિશ્વનો સૌથી ઉંચો એક્સપ્રેસ વે હોવાનો દાવો કર્યો છે.

બેઇજિંગ-લ્હાસા એક્સપ્રેસ વે

બેઇજિંગ-લ્હાસા એક્સપ્રેસ વે

તિબેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ચાલુ રાખતા ચીને બેઇજિંગ-લ્હાસા એક્સપ્રેસ વેનો એક મોટો ભાગ પૂર્ણ કર્યો છે, જે લ્હાસાથી નાગકુ સુધી 295 કિલોમીટર લાંબો છે. આ વિસ્તાર દરિયાની સપાટીથી સરેરાશ 4,500 મીટરની ઉંચાઈ પર સ્થિત છે, જેને ચીનના સરકારી મીડિયાએ વિશ્વનો સૌથી ઉંચો એક્સપ્રેસ વે ગણાવ્યો છે. બીજી તરફ ખુફિયા રિપોર્ટ મળી રહ્યાં છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ ભારતના ઉત્તરાખંડના સેન્ટ્રલ સેક્ટર સામે ચીની સરહદમાં કિયાઓ ધુરા પાસ સામે સર્વેલન્સ કેમેરા અને અન્ય ગુપ્તચર મશીનો લગાવ્યા છે. ગુપ્ત માહિતી અનુસાર, પીળા બલૂન આકારના સર્વેલન્સ સાધનો સ્થળ પર પવનચક્કી અને સૌર પેનલ સાથે સ્થિત છે.

ભારતની સરહદ પાસે સ્થિત છે એક્સપ્રેસ વે

ભારતની સરહદ પાસે સ્થિત છે એક્સપ્રેસ વે

લ્હાસા-નાગકુ વિભાગ જી-6 બેઇજિંગ-લ્હાસા એક્સપ્રેસ વેનો એક ભાગ છે અને તિબેટ સ્વાયત્ત પ્રદેશની રાજધાની લ્હાસાને ઉત્તર તિબેટ સાથે જોડતો પ્રથમ એક્સપ્રેસ વે છે. એક સત્તાવાર સૂત્રએ કહ્યું કે, તે પીએલએના સેન્ટ્રલ થિયેટર કમાન્ડને વેસ્ટર્ન થિયેટર કમાન્ડ સાથે પણ જોડે છે, જે ભારતીય સરહદથી ખૂબ નજીક સ્થિત છે. સત્તાવાર સ્ત્રોત અનુસાર, લ્હાસા-નાગકુ વિભાગના નાગકુથી યાંગબૈજાન વચ્ચેના એક્સપ્રેસ-વેનો મહત્વનો ભાગ પૂર્ણ થયા બાદ 21 ઓગસ્ટથી તે એક્સપ્રેસ-વે પર ટ્રાયલ ચાલી રહી છે. નાગકુ વચ્ચે ડ્રાઇવિંગનો સમય છ કલાકથી ઘટાડીને ત્રણ કલાક કરવામાં આવશે. સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે આ એક્સપ્રેસ વેના નિર્માણ સાથે ચીન ભારતને ઘેરી લેતું હોય તેવું લાગે છે અને તે કટોકટીમાં તેના સૈનિકોને સરળતાથી મદદ મોકલી શકે છે.

લદ્દાખ વિવાદ વચ્ચે બાંધકામ

લદ્દાખ વિવાદ વચ્ચે બાંધકામ

અધિકારીએ જણાવ્યું કે, આ એક્સપ્રેસ વે ચીનની રાજધાની બેઇજિંગ, હેબેઇ, આંતરિક મંગોલિયા, નિંગ્જિયા, ગાંસુ, કિંઘઇ અને લ્હાસા સહિત ચીનના સાત મોટા શહેરોમાંથી પસાર થશે, જેની અંદાજિત લંબાઇ 3,710 કિમી છે. ચીન તિબેટમાં મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે, જે ગયા વર્ષે મે મહિનાથી પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથે ભારત સાથેના વિવાદ દરમિયાન પણ ચાલુ રહ્યું હતું. તિબેટમાં ચીન જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે તેમાં એરપોર્ટનું બાંધકામ શામેલ છે, જે સૈન્ય ઉપયોગ તેમજ નાગરિક ઉપયોગ માટે પણ યોગ્ય છે. આ સિવાય ચીને અરુણાચલ પ્રદેશની સરહદ સુધી બુલેટ ટ્રેન અને રસ્તા વિકસાવ્યા છે અને ભારતની સરહદ પાસે સૈનિકો માટે મકાનો બનાવી રહ્યું છે અને ત્યાં હથિયારો વધારી રહ્યું છે. આ વર્ષે જૂનમાં ચીને અરુણાચલ પ્રદેશની નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત તિબેટીયન શહેર ન્યાંગી સાથે લ્હાસાને જોડતી હાઇ સ્પીડ બુલેટ ટ્રેન શરૂ કરી હતી.

ફાયરિંગ પ્રેક્ટિસ

ફાયરિંગ પ્રેક્ટિસ

ધ હિન્દુના અહેવાલ મુજબ, ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે ચીની સૈનિકો ભારતીય સરહદને અડીને આવેલા વિસ્તારોમાં તેમની કવાયત ચાલુ રાખી રહ્યા છે. પીએલએએ તેના શિનજિયાંગ મિલિટરી ડિસ્ટ્રિક્ટ હેઠળ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં બે ફાયરિંગ કવાયત હાથ ધરી હતી. એક અધિકારીએ ધ હિન્દુને જણાવ્યું કે, 8 મી માઉન્ટેન ઇન્ફન્ટ્રી ડિવિઝનની આર્ટિલરી રેજિમેન્ટે PCL-181, 155mm વ્હીકલ માઉન્ટેડ હોવિત્ઝર ગનનો ઉપયોગ કરીને ફાયરિંગ કવાયત હાથ ધરી હતી. PLA ના 11 માઉન્ટેન ડિવિઝનની 31 રેજિમેન્ટે PCD-001 વ્હીકલ માઉન્ટેડ, રેપિડ ફાયર મોર્ટાર અને રેન્જમાં તેની ક્ષમતાનો ઉપયોગ કરીને લાઇવ ફાયરિંગ એક્સરસાઇઝ હાથ ધરી હતી.

ભારતીય સેનાએ પણ અભ્યાસ કર્યો

ભારતીય સેનાએ પણ અભ્યાસ કર્યો

ધ હિન્દુના એક અહેવાલ અનુસાર, સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં ભારતીય સેનાએ લેહ સ્થિત સુપર હાઇ એલ્ટીટ્યુડ એરિયામાં 15,000 ફૂટની ઉંચાઇએ સશસ્ત્ર હથિયારો સાથે કવાયત હાથ ધરી હતી. તેનું સંચાલન ન્યોમા સ્થિત સ્નો લેપર્ડ આર્મર્ડ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યું હતું, જે પેંગોંગ ત્સોની દક્ષિણ કાંઠે ચુશુલ રેન્જથી નજીક છે. ગયા ઓગસ્ટમાં ચીન સાથેની મડાગાંઠ દરમિયાન બંને પક્ષોએ એકબીજાથી સો મીટરના અંતરે ભારે ઠેંક ગોઠવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં બંને દેશોના સૈનિકોએ પેંગોંગ ત્સો વિસ્તારમાંથી પીછેહઠ શરૂ કરી હતી અને બાદમાં બંને દેશો દ્વારા સમગ્ર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, પરંતુ અહેવાલો કહે છે કે ચીન ખૂબ જલ્દી પાછુ આવી રહ્યું છે અને તે માટે તૈયારી કરી રહ્યું છે.

English summary
China builds world's tallest expressway, alarm bell for India!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X