For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India-China tension: ગલવાન ઘાટી પર ચીને ફરીથી કર્યો પોતાનો દાવો

ચીને એક વાર ફરીથી લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ગલવાન ઘાટી પર પોતાનો દાવો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ચીને એક વાર ફરીથી લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ગલવાન ઘાટી પર પોતાનો દાવો કર્યો છે. શુક્રવારે ચીની વિદેશ મંત્રાલય તરફથી થયેલ મીડિયા બ્રીફિંગમાં પ્રવકતા ઝાઓ લિજિયાને કહ્યુ કે ઘણા વર્ષોથી ચીની સેનાના જવાન આ ભાગમાં પેટ્રોલિંગ કરતા આવ્યા છે. આ દાવો ચીન તરફથી એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે 24 કલાક પહેલા જ એટલે કે ગુરુવારે ભારત તરફથી ગલવાન ઘાટી પર ચીની દાવાને નકારી દેવામાં આવ્યો હતો.

galwan valley

ઘણા વર્ષોથી ચીની સેના કરી રહે છે પેટ્રોલિંગ

પ્રવકતા ઝાઓ સિજિયાને એક-એક કરીને ગલવાન ઘાટીમાં થયેલી હિંસા વિશે મીડિયાને જણાવ્યુ. તેમના નિવેદનને શુક્રવારે મોડી રાતે ભારત સ્થિત ચીની દૂતાાવાસ તરફથી વેબસાઈટ પર જારી કરવામાં આવ્યુ હતુ. મંગળવારે પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ની વેસ્ટર્ન કમાંડ તરફથઈ નિવેદન જારી કરવામાં આવ્યુ હતુ. આ નિવદનમાં કહેવામાં આવ્યુ હતુ, 'ગલવાન નદીની સંપ્રભુતા હંમેશાથી અમારી રહી છે.' ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિયાને શુક્રવારે કહ્યુ, 'ગલવાન ઘાટી એલએસી પર ભારત-ચીન સીમાના પશ્ચિમ સેક્શન પર છે અને ચીન તરફ સ્થિત છે. છેલ્લા ઘણા વર્ષોથી ચીની બૉર્ડર ટ્રૂપ્સ અહીં પેટ્રોલિંગ કરી રહ્યા છે અને ફરજ પર તૈનાત રહે છે.'

ગુરુવારે જ ભારતે કર્યો હતો દાવો

દાવાનુ ખંડન કરીને ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવ તરફથી ગલવાન ઘાટી પર આવેલા ચીની નિવેદનનુ ખંડન કરવામાં આવ્યુ હતુ. અનુરાગ શ્રીવાસ્તવે પીએલએના દાવાને 'વધારી-વધારીને રજૂ કરવામાં આવેલો અપુષ્ટ દાવો' ગણાવવામાં આવ્યો હતો. 15 જૂન સોમવારે ગલવાન ઘાટીમાં ભારત અને ચીની જવાનો વચ્ચે હિંસા થઈ હતી. સાત કલાક સુધી ચાલેલા આ ટકરાવમાં ભારતના 20 સૈનિક શહીદ થઈ ગયા હતા અને 76 ઘાયલ થઈ ગયા હતા. 10 ભારતીય સૈનિકોને ચીની સેનાએ બંદી બનાવી લીધી હતી. તેમને ગુરુવારે ચીને મુક્ત કર્યા છે. જો કે ચીને એ વાત માનવાનો ઈનકાર કરી દીધો હતો કે તેમણે કોઈ ભારતીય સૈનિકને બંદી બનાવ્યા હતા. ગલવાન ઘાટી પર ચીનના નવા દાવો વિશે હજુ સુધી ભારત તરફથી કોઈ અધિકૃત પ્રતિક્રિયા સામે આવી નથી.

ચીની સામાનોના બહિષ્કારથી બર્બાદ થઇ જશે ચીન, 17 અબજ ડોલરનું નુકસાન થશેચીની સામાનોના બહિષ્કારથી બર્બાદ થઇ જશે ચીન, 17 અબજ ડોલરનું નુકસાન થશે

English summary
China claim over Galwan Valley along LAC, Eastern Ladakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X