For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India-China Tension: ટ્રમ્પના મંત્રી બોલ્યા- કેટલીય જગ્યાએ પોતાની સેના વધારી રહ્યું છે ચીન

India-China Tension: ટ્રમ્પના મંત્રી બોલ્યા- કેટલીય જગ્યાએ પોતાની સેના વધારી રહ્યું છે ચીન

|
Google Oneindia Gujarati News

વૉશંગ્ટનઃ અમેરિકી વિદેશ મંત્રી માઈક પોંપેયોએ ભારત-ચીન વચ્ચે ચાલી રહેલ તણાવ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતની બોર્ડર લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચીન સતત સેના વધારવાની કશિશ કરી રહ્યું છે, તે આ જગ્યાઓએ સૈન્યની હાજરી વધારવા માંગે છે તે આ વાતનું સબૂત છે. અમેરિકા તરફથી આ પહેલું મોટું નિવેદન માનવામાં આવી રહ્યું છે જે ભારત-ચીન વચ્ચે એલએસી પર ચાલી રહેલ ટકરાવને લઈ જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે પાછલા 27 દિવસથી પૂર્વી લદ્દાખના ગલવાન ઘાટી અને પેંગોંગે વિસ્તારમાં ચીને મોટી સંખ્યામાં પોતાના સૈનિકો મોકલ્યા છે.

mike pompeo

વર્ષ 2017 બાદ મોટો ઝાટકો

ભારત અને ચીન વચ્ચે વર્ષ 2017માં ડોકલામ વિવાદ થયો હતો. જે બાદ આ તણાવ અત્યાર સુધીનો સૌથી મોટો ટકરાવ માનવામાં આવી રહ્યો છે. લદ્દાખના ચાર પોઈન્ટ પર ચીની સૈનક હાજર છે. ભારત તરફથી દૌલત બેગ ઓલ્ડી નજીક બનેલ 60 મીટર લાંબા પુલ સહિત કેટલાય પ્રકારના નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યા છે. માનવામાં આવી હ્યું છે કે ચીન આ વાતથી નારાજ છે અને તે આક્રમક થઈ ગયું છે. માઈક પોંપેયોએ એક પોડકાસ્ટ 'વ્હોટ ધી હેલ ઈજ ગોઈંગ ઑન ઈન ધી વર્લ્ડ'માં માર્ક થિસેન અને ડેનિયલ પ્લેટકાને આપેલ ઈન્ટર્વ્યૂમાં ભારત-ચીન પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, આજે પણ ચીન તરફથી ભારતના ઉત્તરમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રો જ્યાં ભારતીય સીમા છે, ત્યાં સેનામાં વધારો કરી રહ્યું છે. આવા પ્રકારના એક્શન સત્તાવાદી સાશનમાં થાય છે અને તેનો પ્રભાવ વાસ્તવિક હોય છે.

આખી દુનિયામાં ચીનનો આ વર્તાવ

આ ઈન્ટર્વ્યૂમાં હોંગકોંગ પર પણ ટિપ્પણી કરી અને અહીંના નાગરિકોને હોંગકોંગર્સ કહી સંબોધિત કર્યા. પોંપેયએ આ ટિપ્પણી એવા સમયે કરી જ્યારે તેમને સવાલ કરવામાં આ્યો હતો કે ભારતીય સીમા પર ચીની એક્શન થઈ રહ્યા છે પછી હોંગકોંગ કે સાઉથ ચીન દરિયામાં જે કંઈપણ થઈ રહ્યું છે શું તેના પૂર્વમાં થયેલા વર્તાવનો ભાગ છે? પોંપેયોએ આના પર કહ્યું કે પાછલા કેટલાય વર્ષોથી ચીન આવી રીતે વર્તાવ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ચીન પહેલા પતાની સૈન્ય ક્ષમતાઓનું નિર્માણ કરે છે અને પછી વધુ આક્રમક રીતે આગળ વધે છે. મેં ભારતન ઉલ્લેખ કર્યો છે અને તમે સાઉથ ચાઈના દરિયાનો.

પોંપેયો મુજબ દુનિયાભરમાં ચીન આવા પ્રકારના જ પ્રયાસો કરી રહ્યું છે પછી તે દુનિયાભરમાં બેલ્ડ એન્ડ રોડ ઈનીશિએટિવના નામે બંદરો તૈયાર કરવાનું હોય કે પછી એવી જગ્યા જ્યાં આસાનીથી પીપલ્સ લિબ્રેશન આર્મી અથવા નેવીને આગળ વધારવાનું હોય. ચીન સત પોતાની સૈન્ય હાજરીમાં વધારો કરી રહ્યું છે.

અમેરિકાઃ હિંસાની આગ વ્હાઈટ હાઉસ સુધી પહોંચી, ટ્રમ્પે કહ્યું- જ્યોર્જ ફ્લોયડને ન્યાય મળશેઅમેરિકાઃ હિંસાની આગ વ્હાઈટ હાઉસ સુધી પહોંચી, ટ્રમ્પે કહ્યું- જ્યોર્જ ફ્લોયડને ન્યાય મળશે

English summary
china continues to expand militarily in several place says mike pompeo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X