ભારતીય સીમામાં ઘુષણખોરીનો ચીને કર્યો ઇન્કાર

સમાચાર એજન્સી સિન્હુઆએ પ્રવક્તાના હવાલાથી કહ્યું છે કે, ચીન અને ભારતીય સીમા રક્ષક દળ ઉપલબ્ધ માધ્યમ થખી સંપર્કમાં છે. પ્રવક્તા અનુસાર, ચીનના સીમા રક્ષક દળ, ભારત અને ચીન વચ્ચે થયેલા કરારોનું ચુસ્તપણે પાલન કરી રહ્યાં છે અને સીમા પર શાંતિ જળવાઇ રહે તે માટે કામ કરી રહ્યાં છે.
ભારતીય મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર ચીની સૈનિકોએ બન્ને દેશો વચ્ચે સીમાના રૂપમાં માનવામાં આવી રહેલી નિયંત્રણ રેખાથી 10 કિમી આગળ ભારતીય ક્ષેત્રમાં એક પોસ્ટ સ્થાપિત કરી લીધી છે. ચીની સેનાએ 15 એપ્રિલે ઘુષણખોરી કરી અને નવી પોસ્ટની નિગરાણીમાં 50 સૈનિક તૈનાત છે. બીજી તરફ આ પોસ્ટથી માત્ર 50 મીટરની દૂરી પર ભારતીય સૈનિકો તૈનાત છે. સ્થાનિક કમાન્ડર્સની ફ્લેગ મીટિંગ બાદ પણ સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નથી.












Click it and Unblock the Notifications
