For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં 6.3 તીવ્રતાના ભૂકંપથી હાહાકાર, 368ના મોત

|
Google Oneindia Gujarati News

પેઇચિંગ, 4 ઓગસ્ટ: ચીનના દક્ષિણ-પશ્ચિમી પ્રાંત યુનાનમાં 6.3 તીવ્રતાના ભૂકંપે જોરદાર તબાહી મચાવી છે. સ્ટેટની અધિકારીક ન્યૂઝ એજન્સી શિન્હુઆનો દાવો છે કે આ ભૂકંપમાં અત્યાર સુધી 368 લોકોના મોત થયા છે. ચીનમાં આવેલા આ વિનાશકારી ભૂકંપમાં લગભગ 2000થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. જ્યારે 180 અન્ય લોકો ગુમ થઇ ગયા છે.

ભૂકંપ પેઇચિંગના સમયાનુસાર સાંજે સાડા 4 વાગ્યે (જીએમટી સવારે 8 વાગ્યે) 12 કિલોમીટરના ઊંડાણમાં આવ્યો અને તેનું કેન્દ્ર લોંગટૂશાન ટાઉનશિપમાં હતું. આ ઝાઓતોંગ શહેરના લુડિયન કાઉંટીથી દક્ષિણ પશ્ચિમ દિશામાં 23 કિલોમીટરના અંતર પર સ્થિત છે.

china
સ્થાનીય પ્રશાસન અનુસાર ભૂકંપના કારણે લગભગ 12, 000થી પણ વધારે ઘર પડી ગયા અને 30,000 જેટલા લોકો ઘાયલ થઇ ગયા. કાઉંટીમાં પરિવહન, વીજળી અને દુરસંચાર સેવાઓ ઠપ થઇ ગઇ છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆની ખબર અનુસાર ભૂકંપના કારણે ઝાઓતોંગના કિયોજિયા કાઉંટી અને કુજિંગ શહેરના હુઇઝ કાઉંટીમાં પણ ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા છે.

લોંગટૂશાન ટાઉનશિપમાં બચાવકાર્યમાં સ્વયંસેવક તરીકે કામ કરી રહેલા કોલેજ વિદ્યાર્થી મા હાઓએ શિન્હુઆને જણાવ્યું કે તેણે કાટમાળમાં દબાયેલ મૃતદેહો અને ગિરી ઇમારતોથી 40 થી વધારે ઘાયલ લોકોને બહાર નિકાળવામાં મદદ કરી. લુડિયાન કાઉંટીના એક રહેવાસીએ શિન્દુઆને જણાવ્યું, 'મે પાંચમા માળ પર સ્થિત મારા ઘરમાં જોરદાર ઝટકાનો અનુભવ કર્યો અને મારા ઘરમાં બધી વસ્તુઓ નીચે પડવા લાગી.'

સ્થાનીકોના જણાવ્યા પ્રમાણે ભૂકંપ આવવાના કારણે વીજળી પ્રવાહ અને દૂરસંચાર સેવા ખોરવાઇ ગઇ. તેમજ ઠેરઠેર માર્ગ ક્ષતિગ્રસ્ત થવાના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. હજી પણ અત્રે બચાવ કામગીરી ચાલું છે.

English summary
More than 368 people died and almost 2,000 were injured when a strong earthquake hit southwest China's mountainous Yunnan province on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X