For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતથી ત્રણ ગણુ થયુ ચીનનું ડિફેન્સ બજેટ, 200 બિલિયન ડૉલર સુધી પહોંચ્યુ

ચીને મંગળવારે પોતાના સંરક્ષણ બજેટનું એલાન કર્યુ અને સંરક્ષણ બજેટમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે 7.5 ટકાનો વધારો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ચીને મંગળવારે પોતાના સંરક્ષણ બજેટનું એલાન કર્યુ અને સંરક્ષણ બજેટમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે 7.5 ટકાનો વધારો કર્યો છે. ભારતની ઉત્તરમાં સ્થિત તેનો આ પડોશી પોતાની સેનાઓ પર ખર્ચ કરવા મામલે દુનિયામાં નંબર બે પર છે. ચીની સંરક્ષણ બજેટ આ વર્ષે વધીને 177.61 બિલિયન ડૉલર પર પહોંચી ગયુ છે કે જે ભારતના સંરક્ષણ બજેટથી ત્રણ ગણુ છે. બાકીના દેશો સાથે જો તુલના કરવામાં આવે તો ચીનનું ડિફેન્સ બજેટ તેની જીડીપીના 1.3 ટકા છે. જ્યારે બાકીના વિકાસશીલ દેશ જીડીપીના બે ટકા ડિફેન્સ બજેટ પર ખર્ચ કરી રહ્યા છે.

ગયા વર્ષની તુલનામાં ઓછુ

ગયા વર્ષની તુલનામાં ઓછુ

વર્ષ 2019માં ચીનનું સંરક્ષણ બજેટ 1.19 ટ્રિલિયન યુઆન એટલે કે 177.61 બિલિયન ડૉલર છે. મંગળવારે ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)માં રજી કરાનાર ડ્રાફ્ટમાં નવા સંરક્ષણ બજેટની માહિતી આપવામાં આવી છે. મંગળવારથી એનસીપીનું સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે. જો કે આ વર્ષે આ સંરક્ષણ બજેટ ગયા વર્ષની તુલનામાં ઓછુ છે. ગયા વર્ષે ચીનનું સંરક્ષણ બજેટ 8.1 ટકા વધારવામાં આવ્યુ હતુ. ચીન વર્ષ 2015 સુધી પોતાના સંરક્ષણ બજેટમાં સતત વધારો કરી રહ્યુ હતુ અને આને બમણી સંખ્યા સુધી લઈ ગયુ છે. વર્ષ 2016થી તેણે સંરક્ષણ બજેટમાં ઘટાડો કરવાનો શરૂ કર્યો છે.

સેનાઓ પર ખર્ચ કરવા બાબતે નંબર બે પર

સેનાઓ પર ખર્ચ કરવા બાબતે નંબર બે પર

ચીને વર્ષ 2016માં પોતાની સેનાઓ માટે 7.6 ટકા, વર્ષ 2017માં સાત ટકા અને વર્ષ 2018માં 8.1 ટકા ખર્ચ નક્કી કર્યો હતો. આ વર્ષે વધારા સાથે જ ચીનનો સૈન્ય ખર્ચ લગભગ 200 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયો છે. અમેરિકા બાદ હવે ચીન મિલિટ્રી પર ખર્ચ કરનાર બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. વળી, જો ભારતની વાત કરીએ તો ચીનથી આવેલ આ આંકડા ભારત માટે થોડા પરેશાની કરનારા છે. ભારતે આ વર્ષે પોતાનું ડિફેન્સ બજેટ 6.87 ટકા વધારીને 3.18 લાખ કરોડ કરી દીધુ છે. ગયા વર્ષે સંરક્ષણ બજેટ 2.98 લાખ કરોડ હતુ.

ભારત માટે ચિંતાનો વિષય

ભારત માટે ચિંતાનો વિષય

વિશેષજ્ઞોની માનીએ તો ચીન અને પાકિસ્તાન જ્યારે બંને દેશ પોતાની મિલિટ્રી ક્ષમતાઓમાં વધારો કરી રહ્યા છે ત્યારે ભારતનું આ બજેટ ઘણુ ઓછુ છે. હાલના જ અમુક વર્ષોમાં ચીને પોતાની સેનાઓમાં મોટો સુધારો કર્યો છે. ચીનની એરફોર્સ અને તેના નેવીએ પોતાનો પ્રભાવ વધાર્યો છે જ્યારે પીપલ્સ લિબરેશન આર્મી યરની પીએલએએ ત્રણ લાખ સૈનિકોમાં ઘટાડો કર્યો છે. ત્યારબાદ પણ ચીનની આર્મી દુનિયાની સૌથી મોટી આર્મી છે અને બે મિલિયન જવાન અલગ અલગ રેંક્સ પર છે.

રાષ્ટ્રપતિએ યુદ્ધ માટે સેનાને તૈયાર રહેવા કહ્યુ

રાષ્ટ્રપતિએ યુદ્ધ માટે સેનાને તૈયાર રહેવા કહ્યુ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પ્રણ લીધો છે કે તે પીએલએને આ સદીના મધ્ય સુધી ‘વર્લ્ડ ક્લાસ' બનાવીને રહેશે. આ સાથે જ તેમણે વારંવાર સેનાને યુદ્ધ માટે રેડી રહેવા માટે પણ કહ્યુ છે. ચીનનું ડિફેન્સ બજેટ એવા સમયમાં વધ્યુ છે જ્યારે સાઉથ ચાઈના સી પર સતત વિવાદ વધતો જઈ રહ્યો છે. ચીનના ડિફેન્સ બજેટને એનસીપીના પ્રવકતા ઝાંગ યેસુઈએ યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યુ છે કે આ વધારો રાષ્ટ્રીય સુરક્ષાની બધી જરૂરિયાતોને પૂરી કરશે અને સાથે મિલિટ્રીમાં સુધારો લાવશે. ઝાંગે કહ્યુ છે કે ચીન હંમેશા શાંતિપૂર્વક વિકાસ કરવામાં ભરોસો કરે છે. આ ક્યારેય કોઈ બીજા દેશ માટે જોખમ બનવા નથી ઈચ્છતો.

આ પણ વાંચોઃ પ્રભાસ સાથે ફોટો પડાવવા આવી મહિલા ફેન, પછી થપ્પડ મારી જતી રહીઆ પણ વાંચોઃ પ્રભાસ સાથે ફોટો પડાવવા આવી મહિલા ફેન, પછી થપ્પડ મારી જતી રહી

English summary
china hikes its defence budget 7.5 percent its now three times india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X